Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ખેડૂત સંમેલનને સફળ બનાવવા હળવદમા કોંગ્રેસ ની બેઠક યોજાઇ

હળવદ,તા.૧૪: ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા  મોરબી ખાતે ખેડૂત મહાસંમેલન નું આયોજન કર્યું છે તેના ભાગરૂપે હળવદ ખાતે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અનેઙ્ગ યોજાઈ રહેલા ખેડૂત મહાસંમેલન ને સફળ બનાવવા હળવદ થી મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસી કાર્યકરો હાજર રહે તેનું આયોજન કરવા માં આવ્યું હતું.

ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થવા પામી છે ત્યારે ખેડૂતોની માંગણીને વાચા આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે સાથે જિલ્લા કલેકટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગઈકાલેઙ્ગ હળવદ સર્કિટહાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા હળવદ કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં આવતીકાલે ખેડૂત મહાસંમેલનમાં હાજર રહેવા જણાવાયું હતુ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે ત્યારે નુકસાનીના વળતર પેટે ખેડૂતો તરફથી સરકારને વારંવાર લીધો દુષ્કાળ જાહેર કરવા રજૂઆતો કરવામાં આવી છે આમ છતાં ખેડૂતોની માંગણીને રાજય સરકાર ધ્યાને લેતી નથી જેથી ખેડૂતોને પોતાના હકનો મળવાપાત્ર સો ટકા પાક વીમો મળવો જોઈએ તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સો ટકા પાક વીમો આપવો જોઈએ અને આ વિમાની રકમ ચુકવણી તાત્કાલીક કરવામાં આવે તેવી અમારી માંગ છે

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા,મોરબી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડોકટર અનિલભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે, હળવદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મેહુલભાઈ મજેઠિયા, ધ્રુવભાઈ રાવલ , જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ,હળવદ લોકસરકાર ઇન્ચાર્જ મહેશભાઈ ઝિંઝુવાડીયા સહિતના કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા

(12:00 pm IST)