Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રતનપરમાં કડીયા કામની સાઇડ પર ભોંતળીયાના ટાંકામાં ડૂબી જતા બાળકનું મોત

રાજકોટ તા. ૧૪ :.. કુવાડવા નજીક રતનપર ગામમાં કડીયા કામની સાઇડ પર રમતા-રમતા ભોંતળીયાના ટાંકામાં ડૂબી જતા દોઢ વર્ષના બાળકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મધ્ય પ્રદેશના વતની હાલ રાજકોટના રતનપર રામજી મંદિર પાછળ શાંતમ વિલા સાઇડની ઓરડીમાં રહેતા ગોરીયાભાઇ વાસ્કલા તેની પત્ની સાઇડ પર કડીયા કામ કરતા હતાં. અને તેનો ૧૮ માસનો પુત્ર કાળીકુમાર વાસ્કલા ત્યાં રમતો  હતો.  બાદ તે રમતા-રમતા સાઇડ  પરના ભોંતળીયાના પાણી ભરેલા ટાંકામાં પડી જતા ડૂતી ગયો હતો. પુત્ર જોવા ન મળતા પરિવારજનોએ તેની તપાસ કરતા તે ટાંકામાંથી મળી આવતા તેને તાકીદે સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તપાસનીસ તબીબોએ તપાસ કરતા તેનું મોત નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદ કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ આર. કે. ડાંગર તથા જેન્તીભાઇએ કાર્યવાહી કરી હતી. મૃતક કાળીકુમાર બે ભાઇમાં નાનો હતો.

(11:59 am IST)