Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જસદણ વિંછીયા પંથકના ભાજપના કાર્યકરો કાર્યક્રમોમાં વ્યસ્ત

જસદણ તા. ૧૪ :.. જસદણ વિંછીયામાં આજે સંકલ્પ યાત્રા અને હોદેદારો જાહેર કરવા ભાજપને જસદણ અને વિછીયામાં બે અલગ અલગ મીટીંગ ગોઠવી હોવાથી વહેલી સવારથી ભાજપના વર્તમાન હોદેદારો અને કાર્યકરો સવારથી જ કામે લાગી ગયા છે જસદણ અને વિંછીયા બન્ને તાલુકા જુદા છે પણ ધારાસભા મત વિસ્તાર એક હોવા છતાં એક મીટીંગ જસદણના કમલમ અને બીજી મીટીંગ  વીંછીયાનાં અમરાપુર કુંવરજીભાઇ બાવળીયાની શિક્ષણ સંસ્થામાં ગોઠવાતા કાર્યકરો હોદેદારોને કયાં જવુ તેવી મુંઝવણનો ભાર હોવા છતાં કાર્યકરો બન્ને જગ્યાએ કામે લાગી ગયા છે.

કાર્યકરોમાં સવારથી કચવાટ એ હતો કે જો આ બે તાલુકાની અલગ અલગ મીટીંગને બદલે એક જગ્યાએ મીટીંગ રાખી હોત તો ઓછી દોડધામ કરવી પડત અને પક્ષને પણ આર્થિક સમયનો ફાયદો ઉપરાંત એકબીજાના નજીકથી વિચારો પણ નજીકથી જાણી શકાયા હોત આજ સવારથી જ કાર્યકરો વ્યસ્ત છે ત્યારે બંને તાલુકાના પ્રમુખો મહામંત્રીઓના બપોરે નામો જાહેર થશે એટલે તેની ઉજવણીમાં કાર્યકરો વ્યસ્ત જો કે હોદાઓની ફાળવણી બાદ કેટલીક જગ્યા પર બળાપા પણ બહાર આવે એવી પણ શકયતા ભાજપના કાર્યકરોએ દર્શાવી હતી.

(11:58 am IST)