Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પીપરલા ગામના બે સંતાનના પિતાએ તળાજાના દેવળીયા ગામની સગીરાને ભગાડી

ભાઈની નજર સામેજ બનાવઃ ચકચારઃ પંદર વર્ષની સગીરા ચાલીસ વર્ષના પ્રેમમાં પડી શકે ખરા?

તળાજા,તા.૧૪: તળાજા પોલીસ મથકમાં પીપરલા બે સંતાન ના પિતા વિરુદ્ઘ દીકરી જેવડી ઉંમરની સગીરા ને વાલી પણ માંથી ભગાડી જવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના ભાઈની નજર સામેજ ઢગા દ્વારા ભગાડી જવામાં આવી હતી.પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથધરી છે.

ખેતમજૂરી સાથે કરતા યુવક યુવતીઓ પ્રેમાંધ બની ભાગીભગાડી કે અપહરણ કરી જવાની દ્યટના તળાજા પંથક માં જિલ્લા માં સૌથી વધુ બનવા પામે છે.પણ આજે નોંધાયેલ ફરિયાદમાં કલિયુગની એંધાણી અને સગીર દીકરીના માવતરને ચેતવણી એઆપેછેકે દીકરીને પિતા જેવડી ઉંમરનો વ્યકિત લલચાવી ફોસલાવી વાલીપણા માંથી ભગાડી લઈ જઈ શકે છે.

આવાજ એક ચોંકાવનારા બનાવની તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો માંઙ્ગ પીપરલાના મૂળ રહેવાસી અને દેવળીયા ગામે પોતાની પત્ની,બે સંતાનો સાથે ખેતમજૂરી કરતા પ્રવીણ માધાભાઈ સોલંકી વિરૂદ્ઘ દેવળીયા ગામની પંદરવર્ષ આઠ મહિનાની સગીરાને ગઈકાલે સાંજ ના સમયે વાલીપણા માંથી અપહરણ કરવાનો ગુન્હો નોંધાયો છે.

સોળ વર્ષના ઉંબરે આવેલી સગીર દીકરીને સાથે બાજુનિજ વાડીમાં ખેત મજૂરી કરતો હવસનો શિકાર બનાવવા માંગેછે.તે વાતની જાણ થોડા સમય પહેલા દીકરીના પરિવાર જનોને થઈ હતી.જેને લઈ શખ્સ પ્રેમ કરે છે. ગઈકાલે સગીરા પોતાની ખેતમજૂરી તરીકે રહેતા વાડી એજ હતી ત્યારે સગીરાના ભાઈની નજર સામેજ વાલીપણાં માંથી લઇ ગયો હતો.જેને લઈ ચકચાર મચી જવા પામેલ હતી.

(11:58 am IST)