Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

તળાજા ભાજપ પ્રમુખનો કાંટાળો તાજ

જ્ઞાતિ,ફોર વહીલ,આર્થીક સક્ષમ, સંકલન અને સહનશીલતામાં નિપુણનું કવોલિફિકેશન જોઈએઃ રૂરલ અને શહેરમાં જ્ઞાતિ બેલેન્સ જળવાશેઃ૧૨ જેટલા છે દાવેદારોઃ નવાસંગઠનને વિધાનસભા, જિલ્લા તાલુકા,અને નગરપાલિકાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે

ભાવનગર તા.૧૪:તળાજા શહેર અને ગ્રામ્ય માટે ભાજપ.દ્વારા સંગઠનના નવા ચહેરાઓની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. બાર જેટલા ચહેરાઓ પ્રમુખ નો તાજ શહેરમાં પહેરવા માટે થનગની રહ્યા છે.જોકે તેમનું કવોલિફિકેશન શુ હોવું જોઈએ તો તે સફળ થાય તેને લઈ સંબધિત વર્તુળો માં ચર્ચાનો વિષય બન્યો છે.

એક કોર્પોરેટ કંપની જેમ પોતાના કર્મચારી પાસે ટાર્ગેટ આપવાંની સાથે સમય મર્યાદામાં કામ લે તેમ ભાજપ સંગઠના મુખ્ય હોદેદારો, કાર્યકરો પાસે કામલેછે. મફતમાં. તેમ છતાંય વર્તમાન સમયે નવું સંગઠન માળખું રચાઈ રહયુ છે તેને લઈ તળાજા શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ખેંચતાણ ચાલી રહી છે.

બે ત્રણ ગ્રૂપ પડી ગયાછે.આથી સૌપોતપોતાના ઉચ્ચ સ્થાને ગોઠવાય તેની ગોઠવણ,કવાયત માં લાગી ગયા છે.

પ્રમુખ બન્યા પાછી સફળ કોણ બની શકે તેવી વાત સાથે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જેમાં પ્રમુખ પોતે આર્થિક રીતે કેટલાક અંશે સદ્ઘર હોવો જોઈએ. ફોર વહીલપણ હોવી જોઈએ.કારણકે પાર્ટીના કાર્યક્રમો દ્યણાજ હોયછે તેમ કાર્યકરોને લાવવા લઈ જવા કે મોલવાની ,સંખ્યા કરવાની જવાબદારી પ્રમુખની હોય છે. જો સતા સ્થાને બેસેલ સાથે સંકલન હોય તો વણ લખ્યા નિયમ મુજબ પાલિકાના મુખ્ય પ્રતિનિધિ કેટલોક ખર્ચ ઉપાડતા હોય છે.

એ ઉપરાંત સંખ્યા ની પણ ખુબજ મહ્રત્વતા હોય જ્ઞાતિપણ મોટી હોવી જોઈએ,પાંચ પચીસને તાત્કાલિક ભેગા કરી શકે તેટલા સંબધ પણ હોવા જોઈએ, મીડિયા સંકલનમાં પણ માહિર હોવા જોઈએ.

આટલી કવોલિફિકેશન સાથે બધાજ ને સાંભળી શકે અને વચલો માર્ગ કાઢી શકે તેમાટે સહનશીલતા અને આવડત નીપણ જરૂર પડેછે.

તળાજા શહેર ભાજપ પ્રમુખ નો તાજ પહેરવા બાર જેટલા ચહેરાઓ છે. જેમાં ડોકટર મનહરભાઈ બલદાનિયા, હિમતભાઈ ડાભી, સંગઠન અને સતા સ્થાન બન્નેનો. અનુભવ ધરાવતા એ.બી.મેર, હિમાંશુ વ્યાસ સહિતના નામો ચર્ચામાં છે. નવું સંગઠન માળખું રચાશે તેનો સમય ગાળો ત્રણ વર્ષ જેટલો રહશે.જેમાં વિધાનસભા, તળાજા પાલિકા, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી ઓ આવશે.આથી નિર્ણાયક ભૂમિકા પણ ભજવવાનો સોનેરો સમય પણ આવશે.જેને લઈ અત્યારથીજ પોતાના ગ્રૂપના હોદેદારો બની જાય તેવી ગોઠવણ તેજ બની છે.

તળાજા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પદ માટે હોડ જામી છે.ટાંટિયા ખેંચ પણઓછી નથી. તેમ છતાંય એક વાત નક્કી છે કે કોળી,બ્રહ્મહન,દરબાર આ ત્રણ સમાજ નું વર્ચસ્વ રહશે. શહરે અને તાલુકાના પ્રમુખનો તાજ અલગ અલગ સમાજ ને પહેરાવશે. જેથી જ્ઞાતિ બેલેન્સ જાળવી શકાય.

વર્તમાન સમયે પરેશભાઈ જાનીને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે. તેને બે વખતનો સંગઠન પ્રમુખનો અનુભવછે. તે હાલ તો સાંસદ ભારતીબેન અને મનસુખ માન્ડવીયા જૂથના માનવામાં આવે છે. કેટલાક લોકોનો તેમના નામ પર વિરોધ છેજ પણ બહુમત લોકો ,નગર સેવકો,ગ્રામ્ય અને શહેરના કાર્યકરો,આગેવાનો સાથે નું તેમનું સંકલન સારું રહ્યો. જય ભોળાનાથ કરીને કડવા પણ સાચા વેણ કહેવામાં તે પાર્ટીના હિત ખાતર પાછી પાની કરતા ન હોય તેઓને ફરી રિપીટ પાર્ટી કરી શકે છે. પણ તેમનું વિરોધી ગ્રૂપ કેટલું ચાલવા દે તે મહત્વનું છે.

(11:57 am IST)