Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

દેશમાં વેદ ભૂલાયા ત્યારથી જૂદી જૂદી વેદનાઓ ઉજાગર થઇ છે : આચાર્ય અજયજી

હળવદ તા.૧૪ : ઙ્ગછોટા કાશી ગણાતા હળવદ શહેરમાં આવેલ સ્વયંભૂ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય વેદ જ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ પધારી સત્ય વૈદિક જ્ઞાન તથા પુણ્ય પ્રાપ્ત કર્યું હતું.સ્વ પ્રેમીલાબેન હર્ષદરાય રાવલ ની સ્મૃતિમાં પાવન ભૂમિ હળવદ ખાતે ત્રિદિવસીય વેદ જ્ઞાન કથા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેદ કથાકાર અજયજી એ કથાનું રસપાન કરાવતા જણાવેલ કે દેશભર માં વેદ ભૂલાયા ત્યાંથી જુદી જુદી વેદના ઓ શરૂ થઈ.

ઙ્ગહળવદ ખાતે ૨૭વર્ષ બાદ યોજાયેલ વેદ કથા માં કથાકાર આચાર્ય શ્રી અજયજી (દર્શનાચાર્ય) એ જણાવ્યું હતું કે હળવદમાં ૨૭ વર્ષ બાદ વેદ જ્ઞાન કથા નો પ્રારંભ થયો છે આપણે ભારતીય સંસ્કૃતિમાં રહીએ છીએ અને આપણે જે જીવન શૈલી અપનાવીએ છીએ. આપણે મનુષ્ય તરીકે આપણા જીવનમાં ધર્મનું અધ્યાત્મિક નું વિશેષ સ્થાન છે જયારે પરિસ્થિતિમાં સંસારમાં નાસ્તિકતા વધી રહી છે બીજી તરફ ધર્મના નામે અનેક પ્રકારના મતપદ સંપ્રદાયના ભિન્ન ભિન્ન વિચારધારા પર ચાલી રહી છે.

આવી સ્થિતિમાં સામાન્ય માણસ કે જે જીજયાશુ,વૈરાગ્ય વાન છે કે જેની અંદર આધ્યાત્મિક ગુણો નો વિકાસ કરવો છે જીવન માં ધર્મને અપનાવીને સુખ-શાંતિ મેળવી છે તો અ વેદ જ્ઞાન કથાનો મુખ્ય હેતુ એ છે કે નાસિક બનવાથી શું નુકસાન છે અને આસ્તિક બનવાથી શું ફાયદો છે સાથે સાથે આસ્તિક ને પણ જે ધર્મમાં સિદ્ઘાંતો કયા હોવા જોઈએ કયા ધર્મના સિદ્ઘાંતો સાચા છે અને કયા ધર્મના સિદ્ઘાંતો અસત્ય છે અને કયા સિદ્ઘાંતો અપનાવવા થી આપણને જીવનમાં સફળતા મળે જેથી આવા પ્રકારની વિશેષ જાણકારી આપણને પ્રાપ્ત થાય અને આપણે એક સાચી દિશામાં ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ તેમ અંતમાં જણાવ્યુ હતુ.

(11:57 am IST)