Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સાંસદ ભારતીબેન દ્વારા આયોજીત ગાંધી સંકલ્પ યાત્રાનું ભાવનગરમાં સ્વાગત

ભાવનગર તા.૧૪ : ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુચન થકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્ત્।ે શાસક પક્ષ કેન્દ્ર સરકારના સાંસદ દ્વારા પોતાના મત વિસ્તારમા ૧૫૦ કિ.મી.ની પદયાત્રા યોજાઈ રહી છે તેથી સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા ૧૫ ભાવનગર લોકસભા મત વિસ્તારમા યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રાનુ ભાવનગરના ક્રેસંટ સર્કલ ખાતે આગમન થતા આ પદયાત્રાને શિક્ષણ રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, ધારાસભ્યશ્રી જીતુભાઈ વાધાણી, મેયરશ્રી મનહરભાઈ મોરી, નાયબ મેયરશ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, ભુતપુર્વ મેયર શ્રીમતી નિમુબેન બાંભણીયા, રથયાત્રા સંયોજક સમિતિના કન્વિનરશ્રી હરૂભાઈ ગોંડલીયા, શહેર તેમજ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોએ, મ.ન.પા.ના કોર્પોરેટરોએ સાંસદ ડાઙ્ખ. ભારતીબેન શિયાળ સહિતના પદયાત્રીઓનુ સુતરની આંટી પહેરાવી પ્રસંગોચીત સન્માન કરી આ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ તેઓ આ પદયાત્રામા શહેરી વિસ્તારમા સાથે જોડાયા હતા.

ક્રેસંટ સર્કલ ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમા બોલતાં સાંસદ ડો. ભારતીબેન શિયાળએ જણાવ્યુ હતુ કે ભાવનગર જિલ્લામા પુજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્ત્।ે ૧૫૦ કિ.મી.ની પદયાત્રા થઈ રહી છે તે થકી પુજય ગાંધીબાપુના સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતુ નવ સંધરવુ, સિધ્ધાંતો લોકોના મનમા પ્રસ્થાપિત થશે તેવી તેમણે શ્રધ્ધા વ્યકત કરી હતી.

ધારાસભ્યશ્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે આ પદયાત્રાના માધ્યમથી ભાવનગર શહેરી તેમજ જિલ્લાના વિસ્તારના લોકોમા પુજય ગાંધીબાપુના વિચારોના પ્રત્યે આજે પણ આદરભાવ જોવા મળી રહ્યો છે તેથી કહી શકાય કે પુજય ગાંધીબાપુના વિચારો વર્તમાન સમયમા પણ લોકોને પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન આપશે.

ક્રેસંટ સર્કલ ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ તેમજ સફાઈ કામગીરી કરવામા આવી હતી.

(11:55 am IST)