Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

આદિત્યાણામાં ર સ્થળે દરોડામાં ર૧ હજારનો દેશી દારૂ ઝડપાયો

પોરબંદર, તા.૧૪ : આદિત્યાણામાં બે સ્થળે દરોડામાં કુલ ર૧ હજારનો દેશી પીવાનો દારૂ પોલીસે પકડી પાડયો હતો. આરોપીઓ નાસી ગયેલ છે.

પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીની સુચનાથી એસઓજી પી.આઇ. કે.આર. જાડેજા તથા એસ.ઓ.જી. સ્ટાફના સ્ટાફ સાથે પ્રોહીબીશનના ગુન્હાઓ શોધવા માટે આદિત્યાણાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન પો.હેડ કોન્સ. કિશનભાઇ ગોરાણીયા તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજાને ચોકકસ હકીકત મળેલ કે આદિત્યાણા રામદેવપીરના દ્વારા પાસે ભાયા સેજાભાઇ ગુરૂગુટીયા જાતે. રબારી પોતાના રહેણાંક મકાન પાસે દેશી દારૂના બાચકાઓથી હેરાફેરી કરે છે જે આધારે જગ્યાએ રેઇડ કરતા મજકુર આરોપી નાસી ગયેલ અને સદર જગ્યાએથી દેશી પીવાનો દારૂ પ્લાસ્ટીકના રપ-રપ લીટરના બચકા નંગ-૪ દેશી પીવાનો દારૂ લી. ૧૦૦ કિ.ર૦૦૦ તથા બજાજ ડિસ્કવર મો.સા. જીજે-૦૬-ડીઆર-૩૭ર૦ કાળા કલરનું કિંમત રૂપિયા ર૦,૦૦૦ કુલ રૂ.રર૦૦૦ મુદામાલ માળી આવતા મજકુર નાસી જનાર ભાયા સેજાભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણાના રામદેવપીરના દ્વારા સામે રાણાવાવ વાળા વિરૂદ્ધ રાણાવાવ પો.સ્ટે. ગુન્હો દાખલ કરાવેલ છે.

આદિત્યાણાના પરબત જગાભાઇ ગુરગુટીયા જાતે રબારી પોતાના રહેણાંક મકાન પાછળ પડતર વડામાં દેશી દારૂના બાચકાઓની હેરાફેરી કરે છે જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા મજકુર હાજર મળેલ નહીં અને સદર જગ્યાએથી દેશી પીવાનો દારૂ પ્લાસ્ટીકના રપ-રપ લીટરના બચકા નંગ-૩૮ દેશી પીવાનો દારૂ લી. ૯પ૦ કિ.રૂ.૧૯૦૦૦ મુદામાલ મળી આવતા મજકુર પરબત જગાભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણાના નવાપરા વાળા વિરૂદ્ધ રાણાવાવ પો.સ્ટે. ગુન્હો દાખલ કરાવેલ છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ગોરાણીયા, મેહબુબખાન બેલીમ, કોન્સ. સમીરભાઇ જુણેજા, હરેશભાઇ આહીર, સરમણભાઇ રાતીયા તથા ડ્રાઇવર સુરેશભાઇ નકુમ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

(11:55 am IST)