Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હળવદ અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા સામે વરસાદ : ખેડૂતોની મુશ્કેલી વધી

હળવદ,તા.૧૪: શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માં મોડી સાંજના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને અમુક ગામો માંઙ્ગ કરા સાથે વરસાદ પડ્યો હતો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો સાથે ખેડૂતો વરસાદના પગલે મુશ્કેલીમાં મુકાયા છે

બુધવારે સાંજે ૬ વાગ્યા બાદ એકા એક કાળા ડિબાંગ વાદળો સાથે વીજળી ની સાથે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી ગયો છે . સાંજ ના ૬ થી ૮ વાગ્યા સુધી વરસાદ વરસેલ હતો. જયારે હજુ પણ વરસાદ આવે એવી શકયતા છે.

હળવદના ગામડામાં મોડી સાંજના કરા સાથે વરસાદ પડયો હતો જેને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે તો બીજી તરફ કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાંઙ્ગ કરા સાથે વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને તાલુકાના ટીકર,સાપકડા,સુરવદર,સરંભડા, પાંડાતીરથ,મીયાણી,ચૂંપણી, ખેતરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વધુ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

(11:54 am IST)