Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

માળીયા મિંયાણા પંથકની સગીરાને ભગાડી જનાર ધર્મેશ સુનરા પકડાયો

ભોગ બનનાર સગીરા પણ મળી આવીઃ મોરબી સીપીઆઇની ટીમે શોધી કાઢયા

મોરબી, તા., ૧૪: માળીયા પંથકની સગીરાને અપહરણ કરી લઇ જનાર આરોપી તથા ભોગ બનનારને મોરબી સર્કલ પોલીસની ટીમે શોધી કાઢયા હતા.

મળતી વિગતો મુજબ મોરબી સર્કલ ઇન્સ્પેકટર આઇ.એમ.કોંઢીયાની ટીમને સગીર વયના બાળકો ભગાડી જવાના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સુચના મળતા માળીયા પોલીસ મથકના અપહરણના ગુન્હાનો આરોપી ધર્મશ લાભુભાઇ સુનરા (ઉ.વ.ર૩) રહે. સુલતાનપુર વાળો તથા સગીર વયની ભોગ બનનાર ઓમારા સિરામીકમાં હોવાની બાતમીના આધારે સર્કલ પોલીસના અનંતરાય પટેલ, હરપાલસિંહ ઝાલા અને મહિલા પોલીસે આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી તેમજ આરોપીએ ગત તા.૧૩ના રોજ અપહરણ તથા જાતીય સતામણી કરેલ હોવાની હકીકત આધારે પોલીસે પોસ્કો સહીતનો કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)