Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વાંકાનેર તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ખેડુત અધીકાર રેલીઃ આવેદન અપાયુ

વાંકાનેર તા.૧૪: વાંકાનેર તાલુકામાં આ વર્ષ ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડુતોને મોઢે આવેલો કોળીયો છીનવાય ગયો ગયો તેવો તાલ થયો છે સરકારશ્રીના ચોમાસા સત્ર પુર્ણતા બાદ પણ વાવાઝોડાના અને વરસાદના ખતરા વચ્ચે આગાહી સમયે ફુકાતા તેજ પવન અને ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે ખેડુતોના ઉભા પાક ધોવાય ગયા છે.

વર્તમાન સમયમાં પણ વરસાદી માહોલ અને વરસાદને પગલે ખરીફ પાક પણ ખેડુતો લઇશકે તેમ નથી ત્રણ-ચાર વાર બીયારણ-ખાતર વાપરવા પડ્યા હોય તેવી સ્થીતી આ વર્ષ ખેડુતોની થઇ છે ખેડુતોની દસા દયનીય બની ગઇ છે. ત્યારે રાજય સરકાર ખેડુતોની વ્હારે આવી વાંકાનેર તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી તમામ પ્રકારની સહાય ચુકવવા, માલ-ઢોરને ઘાસચારો પુરો પાડવા, પી.જી.વી.સી.એલ દ્વારા ચેકીંગના નામે ખેડુતોને થતી હેરાનગતી બંધ કરવા અને દિવસ દરમ્યાન પુરતો વિજ પુરવઠો પુરો પાડવા સહીતની માંગણી સાથેનું આવેદન પત્ર સાથેની વિશાળ ૅૅ''ખેડુત અધીકાર રેલી'' તાલુકા પંચાયત કચેરી એથી ધારાસભ્ય શ્રી મહંમદ જાવેદ પીરઝાદાના વડપણ હેઠળ નિકળેલ.

આ રેલીમાં મોરબી જીલ્લા, તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, માર્કેટીંગ યાર્ડ, સહકારી સંઘ, પ્રોસેસીંગ મંડળીના હોદેદારો જુદા જુદા ગામના સરપંચો, મંડળીના પ્રમુખો ઉપરાંત વાંકાનેર તાલુકાના ખેડુતો બહોળી સંખ્યામાં જોડાયા હતા રેલી સેવા સદન ખાતે પહોંચ્યા બાદ મામલતદારશ્રી આર.આર.પાડરીયાને આવેદન પત્ર આપ્યુ હતું અને ખેડુતના આ પ્રશ્નને સરકારશ્રીમાં પહોંચાડવા માંગણી કરી હતી.

(11:53 am IST)