Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબીના દારૂદી વ્હોરા સમાજના સીનીયર સિટીઝનો માટે પીકનીકઃ

મોરબીઃ દાઉદી વ્હોરા સમાજ દ્વારા સમાજના ૭૦ વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન માટે શહેરના કેસર ફાર્મ ખાતે પીકનીક નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સીનીયર સીટીઝન માટેની પીકનીકમાં વિવિધ ગેઈમ્સ અને ગીત સંગીત દ્વારા વડીલોને આનંદ આપવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બાદમાં વડીલો માટે પ્રીતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી દાઉદી વ્હોરા સમાજના સીનીયર સીટીઝન માટેની પીકનીક કાર્યક્રમને સફળ બનાવવા કેઝારભાઈ આમીલ, સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા, ઝુઝરભાઈ અમીન અને કમિટી તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધીઓએ જહેમત ઉઠાવી હતી. પીકનીક યોજાઇ તે તસ્વીર.(

(11:52 am IST)