Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબીઃ ખેડૂતોને અતિવૃષ્ટિથી નુકસાન માટે વળતર પેકેજ જાહેર કરવા આપની માંગ

મોરબી,તા.૧૪: ગુજરાતના ખેડૂતો અતિવૃષ્ટિ, વાવાઝોડા માવઠાનો ભોગ બન્યા છે. ખેતરોમાં ઉભેલા પાકોને પારાવાર નુકશાન પહોંચ્યું છે અને મોટાભાગના પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે પાયમાલ થયેલા ખેડૂતો માટે સરકાર તરીકે માતબર રકમનું પેકેજ જાહેર કરે અને ખેડૂતોને પાકવીમો આપવામાં આવે તેવી માંગ કરી છે

 આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જીલ્લા કલેકટર મારફત રાજયના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે હાલની સ્થિતિ જોતા ગુજરાતના ખેડૂતો માટે સરકારે તાત્કાલિક રાહતના પગલા લેવા અનિવાર્ય છે જેથી આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ખેડૂતોના હિતમાં માંગણીઓ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને થયેલ નુકશાનની ભરપાઈ કરવા માતબર રકમનું પેકેજ જાહેર કરી તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે, ખેતીથી પાયમાલ થયેલા ખેડૂતોને સ્વ-નિર્ભર બનવા લાંબા ગાળા માટેની વગર વ્યાજની બેન્ક લોનની સુવિધા અપાય અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને ફસલ વીમો આપવામાં આવ્યો છે અને પ્રીમિયમ પણ ફરજીયાત રીતે ઉદ્યરાવી લેવામાં આવે છે.

આ વીમા યોજના દ્વારા નુકશાની વેઠનાર તમામ ખેડૂતોને નુકશાનીના વીમાના પુરતા પૈસા તાત્કાલિક મળે એવી વ્યવસ્થા કરવામાં આવેઙ્ગ તેવી માંગ કરી છે.

(11:51 am IST)