Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબી કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કોમ્પીટીશન

મોરબી,તા.૧૪:  કોમનમેન ફાઉન્ડેશન દ્વારા ડીસેમ્બર મહિનામાં આદર્શ માતા કસોટી યોજાશે જે આદર્શ માતા કસોટી અભિયાનમાં બાળકોની માતાઓની બાળ ઉછેર વિશેના જ્ઞાનની ત્રિસ્તરિય પરીક્ષા લેવામાં આવશે.

આદર્શ માતા કસોટીમાં ૧.બાળકોનું  હેલ્થ ચેકઅપ ૨.માતાઓની લેખિત પરીક્ષા અને ૩.ટોપ ઇલેવન માતાઓની મૌખિક પરીક્ષા જેમાં હાલરડું ગાવું... બાળ વાર્તા કહેવી જેવા અંગોનો સમાવેશ થશે. આ આયોજનને એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનસ મોરબીના સહયોગ છે. આ આયોજનો ઉદ્દેશ માતાઓના બાળ ઉછેર વિશેના જ્ઞાનમાં અભિવૃદ્ઘિ થાય બાળકોનો ઉછેર વૈજ્ઞાનિક પદ્ઘતિથી થાય અને બાળકોની તંદુરસ્તી વધે એવો છે. આદર્શ માતા કસોટીમાં પ્રથમ નંબરે ઉત્ત્િ।ર્ણ થનાર માતાને રૂપિયા સોનાનો તાજ પહેરાવી સન્માન કરવામાં આવશે. તેમજ પ્રથમ ૧૧ નંબર અને ૧૧૦૦ નંબર સુધીના વિજેતા માતાઓને ઇનામોથી નવાજવામાં આવશે આદર્શ માતા કસોટી માટે ૧૪૦૦ માતાઓએ ઉમેદવારી નોંધાવી છે અને આદર્શ માતા કસોટી ડીસેમ્બર માસની ૨૨,૨૫ અને ૨૯ તારીખે યોજાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(11:50 am IST)