Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબીમાં ભુગર્ભ ગટર બીસ્માર રસ્તા બંધ સ્ટ્રીટલાઇટ ટ્રાફિક સહિત ૧૧ પ્રશ્નોની ચીફ ઓફિસરને રજુઆત

મોરબી,તા.૧૪:  મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર હાજર થતા સેવાભાવી   સંસ્થાએ સમસ્યાઓની યાદી મોકલી રજુઆત કરી છે.

નગરપાલિકામાં લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ચલાવ્યા બાદ આખરે મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર મળ્યા છે ત્યારે સામાજિક સંસ્થાએ ચીફ ઓફિસરને પત્ર પાઠવીને શહેરની ૧૧ સમસ્યાઓથી અવગત કર્યા છે

મોરબીને કાયમી ચીફ ઓફિસર મળ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મોરબીના કાયમી ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો છે જેમાં મોરબીની ૧૧ સમસ્યાઓ અંગે જણાવ્યું છે જે પત્રમાં જણાવ્યું છે કે મોરબીના રોડ રસ્તાપર તેમજ સોસાયટી અને શેરી ઓ માં રખડતા ઢોરો નો અસહય ત્રાશ છે. મોરબી શહેરમાં સ્વચ્છતા નો અભાવ છે. મોરબીમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા સંપૂર્ણ પણે ફેઇલ ગયેલ છે. મોરબીમાં વરસાદ ના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે. મોરબીના રસ્તાઓ બિસ્માર હાલત માં છે તેને તાત્કાલિક રીપેર કરવામાં આવે. મોરબીમાં આડેધડ બાંધકામ ચાલે છે. કોઈ નિયમોનું પાલન થતું નથી.

મોરબીમાં પાર્કિંગની પૂરતી સુવિધા નથી,ઙ્ગજેના કારણે લોકો પરેશાન થાય છે. મોરબીમાં સ્ટ્રીટ લાઇટો દ્યણા વિસ્તારમાં નથી,ઙ્ગઅને કયારેક જે વિસ્તારમાં છે. ત્યાં સાંજે તો ઠીક છે. પણ દિવશે પણઙ્ગચાલુ હોય છે. મોરબીમાં ટ્રાફિકની ખૂબજ મોટી સમસ્યા છે.મોરબીમાં સિટી બસ તો છે. પણ તેના સ્ટેન્ડ કયાય બનેલ નથી. મોરબીમાં બગીચાઓની યોગ્ય જાણવણી થતી નથી આમ અનેક પ્રશ્નોથી પ્રજાજનો પીડાય રહ્યા છે જેને નવા ચીફ ઓફિસર પાસેથી અનેક અપેક્ષાઓ છે જેથી મોરબીને અનેક સમસ્યાઓમાંથી મુકત કરાવીને લોકોની અપેક્ષા પર ખરા ઉતરવાની આશા વ્યકત કરી છે.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનો સ્નેહમિલન

મોરબી ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના વાડીમાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોનું નવા વર્ષનું સ્નેહમિલન તા ૧૭ ને રવિવારના રોજ સાંજે ૦૫ :૩૦ કલાકે જ્ઞાતિની ભોજનશાળા ખાતે યોજાશે જે સ્નેહમિલન સમારોહમાં અલ્પાહારના પાસનું વિતરણ સંસ્થા કાર્યાલય ખાતે તા. ૧૬ સુધી સવારે ૧૦ થી બપોરે ૧૨ અને સાંજે ૦૪ :૩૦ થી ૭ કલાક સુધીમાં કરવામાં આવશે.

સીનીયર સીટીઝન મંડળના પ્રમુખ અને મંત્રીની વરણી

મોરબી સીનીયર સીટીઝન મંડળના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા નિવૃત થતા મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી સર્વાનુમતે પ્રમુખ તરીકે ડો. બી કે લહેરૂ અને મંત્રી મહેશભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી છે નવા હોદેદારોને સીનીયર સીટીઝનના સભ્યોએ આવકારી છે અને હોદેદારોને અભિનંદન પાઠવ્યા છે.

સજ્જનપરમાં સપ્ત કોઠાનું યુદ્ધ અભિમન્યુ ચક્રવો નાટક

બાપા સીતારામ ગૌસેવા યુવક મંડળ સજનપર દ્વારા તા. ૧૬ ને શનિવારે રાત્રે ૦૯ :૩૦ કલાકે ગૌમાતાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક સપ્ત કોઠાનું યુદ્ઘ યાને અભિમન્યુ ચક્રાવો નાટક સજનપર ગામે યોજાશે ગૌસેવાના લાભાર્થે યોજાનાર ધાર્મિક નાટકનો જાહેર જનતાએ લાભ લેવા શ્રી બાપા સીતારામ ગૌસેવા યુવક મંડળ અને સજનપર ગામ સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ એક યાદીમાં  પાઠવ્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કેચરી ભરતી

ડેઝીગ્નેટેડ ઓફીસરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સોઓરડી વિસ્તાર, સામાકાંઠે, બ્લોક-સી, બીજોમાળ, રૂમ નં. ૨૨૯ અને ૨૩૦, મુખ્ય સેવાસદન, મુ. તા. જી. મોરબીની કચેરીમાં સેવક વર્ગ-૪ (એક જગ્યા), ડેટા એન્ટ્રી ઓપરેટર વર્ગ-૩ (એક જગ્યા) તથા ડ્રાઇવર વર્ગ-૩ (એક જગ્યા) આઉટસોર્સથી નિમણુંક કરવાની હોવાથી તા.૨૫ના બપોરે ૧૨:૦૦ કલાકે રસ ધરાવતા ઉમેદવારોએ આધાર પુરાવા સાથે ઉપરોકત સરનામે રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા ડેઝીગ્નેટેડ ઓફીસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબીની યાદીમાં ઙ્ગજણાવવામાં આવેલ છે.

(11:49 am IST)