Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સંગઠન પર્વ અને સંરચના અંતર્ગત ભાજપ દ્વારા ભાવનગર મહાનગરના આગામી ત્રણ વર્ષ માટેના વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓની વરણી

ભાવનગર તા.૧૪: ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ત્રણેક માસથી પાર્ટીની સંરચના માટે સંગઠન પર્વની વિવિધ તબ્બકાઓ સહ ઉજવણી સંપૂર્ણ લોકશાહી ઢબે થઈ રહી છે જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સમગ્ર શહેરમાં વિવિધ તબક્કામાં એક લાખ જેટલા નવા અને જૂના કાર્યકર્તાઓની પ્રાથમિક સદસ્યતા નોંધણી કર્યા બાદ સમગ્ર શહેરમાં સક્રિય સદસ્યોની નોંધણી કરવામાં આવી અને ત્યાર બાદ વોર્ડની સંરચના હાથ ધરવામાં આવી જેમાં સમગ્ર શહેર માં નોંધાયેલા પ્રાથમિક સદસ્યોને બુથ વાર ડિસ્ટ્રીબ્યુટી કરી મહાનગરના ૫૦૦ જેટલા બુથો માં બુથ પ્રમુખ-મહામંત્રી સહિતની બુથ સમિતિઓની રચના કરવામાં આવી અને આ બુથ સમિતિના આધારે આગામી દિવસોમાં વોર્ડ સમિતિ એટલેકે વોર્ડની સંગઠન ટિમ બનશે પરંતુ એ પૂર્વે આજે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વર અમદાવાદ સ્ટે.કમિટીના ચેરમેન શ્રી અમૂલભાઈ ભટ્ટ, મહાનગરના સંરચના અધિકારીશ્રી ગીરીશભાઈ શાહ, શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, શહેર સંરચના સહ અધિકારીશ્રી દિવ્યાબેન વ્યાસ, મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી મહેશભાઈ રાવલ અને શ્રી રાજુભાઇ બામભણીયા, સંગઠન પર્વ ઇન્ચાર્જ સંજયભાઈ વેગડ, ઉપેન્દ્રસિંહ વગેરે દ્વારા આજે ગુજરાત પ્રદેશ ભા.જ.પા.ની સૂચના મુજબ ભાવનગર મહાનગર માટે આગામી ત્રણ વર્ષ માટેના વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓના નામની વરણી મહાનગરના તમામ વોર્ડમાં રૂબરૂ જઇ ઉપસ્થિત કાર્યકર્તાઓની હાજરીમાં જાહેર કરવામાં આવી હતી જે નીચે મુજબ છે.

વોર્ડ નં.૧ ચિત્રા-ફુલસર સંજયભાઈ રાઠોડ (પ્રમુખ) નિતેશભાઈ દવે અને દ્યનશ્યામસિંહ રાણા (મહામંત્રી), વોર્ડ નં.૨ વડવા-બ અમરસિંહ ચુડાસમા (પ્રમુખ) લાલભા વાળા અને ભરતભાઈ સોલંકી (મહામંત્રી), વોર્ડ નં.૩ કરચલિયા પરા. રમણભાઈ સોલંકી (પ્રમુખ) ચેતનભાઈ બારૈયા અને ભાવુદાસભાઈ પલાણીયા (મહામંત્રી), વોર્ડ નં.૪ ઉત્ત્।ર કૃષ્ણનગર. ઉદયભાઈ બોરીસાગર (પ્રમુખ) સુરેશભાઈ બારૈયા અને રાકેશભાઈ અજવાળીયા (મહામંત્રી), વોર્ડ નં.૫ પીરછલ્લા પરમાનંદભાઈ રંધાની (પ્રમુખ) તુષારભાઈ શાહ અને મિહિરભાઈ સોની (મહામંત્રી), વોર્ડ નં.૬ તખતેશ્વર નવપરા ભરતભાઈ બારડ (પ્રમુખ) દિનેશભાઈ ત્રિવેદી અને બિલ્વ ઓઝા (મહામંત્રી), વોર્ડ નં.૭ વડવા-અ રાજુભાઇ લૂખી (પ્રમુખ) અતુલભાઈ રાઠોડ અને જયદીપભાઈ ગોહિલ (મહામંત્રી), વોર્ડ નં.૮ કુંભારવાડા રણજીતસિંહ રાણા (પ્રમુખ) મોહિતભાઈ પરમાર અને મનહરભાઈ ગોહેલ (મહામંત્રી) ,વોર્ડ નં.૯ બોરતળાવ મુકેશભાઈ ચૌહાણ (પ્રમુખ) તુષારભાઈ બેલાણી અને જગદીશભાઈ ગોહેલ (મહામંત્રી), વોર્ડ નં.૧૦ કાળિયાબીડ ચેતનભાઈ પંડ્યા (પ્રમુખ) કૃષ્ણદેવસિંહ ગોહિલ અને વિનુભાઈ ગાંગાણી (મહામંત્રી), વોર્ડ નં.૧૧ દક્ષિણ સરદારનગર અમિતભાઇ અંધારિયા (પ્રમુખ) હરિભાઈ ધોરજીયા અને કમલેશ મંગલાની (મહામંત્રી), વોર્ડ નં. ૧૨ ઉત્ત્।ર સરદારનગર ભરતભાઈ દિહોરા (પ્રમુખ) પ્રવીણભાઈ ચતુર્વેદી અને સિદ્ઘરાજસિંહ ગોહિલ (મહામંત્રી), વોર્ડ નં.૧૩ દ્યોદ્યા સર્કલ બળદેવસિંહ ચુડાસમા (પ્રમુખ) મુકેશભાઈ દવે અને ધમભા ચુડાસમા (મહામંત્રી)

આમ સંગઠન પર્વ અંતર્ગત આજે ભાવનગર મહાનગર ની સંરચના નો એક વધુ તબક્કો સંપૂર્ણ લોકશાહી ઢબે પૂર્ણ કરતા મહાનગરના તમામ ૧૩ વોર્ડમાં પ્રમુખ/મહામંત્રીઓની નિમણૂંક પૂર્ણ કરવામાં આવી હતી હવે ટૂંક સમયમાં વોર્ડની સંરચના પૂર્ણ કરતા નવા વોર્ડ પ્રમુખો દ્વારા વોર્ડની સંગઠનની ટિમ અને કારોબારીની રચના કરવામાં આવશે તો બીજી બાજુ તમામ વોર્ડ પ્રમુખ/મહામંત્રી દ્વારા આગામી દિવસોમાં નવા શહેર અધ્યક્ષની નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરી સંરચનાની અંતિમ પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યાર બાદ નવા અધ્યક્ષ આગામી ત્રણ વર્ષ માટે પાર્ટીની ધુરા સંભાળી પાર્ટીને નેતૃત્વ પુરૂ પાડશે

શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીની પાયાની વોર્ડ સંરચના સંપૂર્ણ લોકશાહી ઢબે શાંતિ પૂર્ણ રીતે સંપન્ન કરવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી દિવસોમાં પાર્ટીને વધુ મજબૂત બનાવી જન-જન અને દ્યર-દ્યર સુધી લઈ જઈ છેવાડાના માનવીના હૃદય સુધી પહોંચાડી ડો.શ્યામાપ્રસાદજી અને દિનદયાલજીના સ્વપ્નના ભારતને પૂર્ણ કરવા સહુ સહિયારો પ્રયાસ કરશો તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

(11:46 am IST)