Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ઉપલેટા તાલુકાના ખેડૂતો પશુપાલકોને રાહત વિમો ઘાસચારો આપવા રજૂઆત

પૂર્વ મંત્રી બળવંત મણવરે કૃષિમંત્રીને પાઠવેલ પત્ર

ઉપલેટા તા.૧૪ : માજી સાંસદ માજી મંત્રી અને લડાયક ખેડૂત આગેવાન બળવંતભાઇ મણવરે રાજયના કૃષીમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી માંગણી કરેલ છે કે છેલ્લા બે ત્રણ વર્ષના ઓછા અને અનિયમીત વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાં દુષ્કાળના વાતાવરણને કારણે સૌરાષ્ટ્રની ખેતી અને ખેડૂત ભાંગી ગયા છે કર્જના બોજ તળે ઘેરાયેલા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.

સરકાર સહાયની મોટી જાહેરાતો કરે છે પણ અણધડ નિયમો બહાના તળે ખેડૂતોને પાકવિમો કે સહાયો મળતી નથી અને જે મળે છે તે સાવ મામુલી અને મશ્કરીરૂપ છે આવી સ્થિતિમાં સરકારના પેટનું પાણી પણ હલતુ નથી.

વધુમાં તેમણે જણાવેલ છે કે ચાલુ સાલે વરસાદ ખૂબ સારો થયો કર્જવાન ખેડૂતોએ ઉછી ઉધારા ખાનગી કે બેંકોની લોન લઇ વાવેતર કર્યુ પણ અતિભારે કમોસમી વાવાઝોડા અને ઉપરા ઉપરી માવઠાના વરસાદે તૈયાર પાકનો નાશ કરી નાખ્યો રોજ અખબાર ઉઘાડોને ખેડૂતોના આત્મહત્યાના સમાચાર જોવા મળે ત્યારે સરકારે તાત્કાલીક સૌરાષ્ટ્રમાં લીલો દુષ્કાળ જાહેર કરી શિયાળુ વાવેતર માટે પ્રમાણીકપણે સર્વે કરાવી ખેડૂતોને પાકવિમો સહાય અને મફત બિયારણ દવા ખાતર અને પશુપાલકોને મફત ઘાસચારો આપી નિભાવી લેવા જોઇએ તેવુ અંતમાં જણાવેલ છે.

(11:45 am IST)