Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કોટડાસાંગાણી તાલુકો ડેંગ્યુના અજગર ભરડામાં :સરકારી ચોપડે ફકત સો દર્દી

કોટડાસાંગાણી, તા.૧૪: કોટડાસાંગાણી તાલુકામા દિન પ્રતીદીન જીવલેણ ડેંગ્યુ માથુ ઉચકિ રહ્યો હોઈ તેમ સતત દર્દિઓમા વધારો થતો જાય છે. છતા તંત્રના ચોપડે ફકત સો દર્દીઓ જ નોંધાયેલા છે.

કોટડાસાંગાણી તાલુકામા દિન પ્રતીદીન જીવલેણ ડેંગ્યુ માથુ ઉચકિ રહ્યો હોઈ તેમ સતત દર્દિઓમા વધારો થતો જાય છે.આમ તો બેતાલીશ ગામમા સરકારી ચોપડે સો કેસ નોંધાયા છે પરંતુ અનેક દર્દિઓએ  પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હોઈ જેના આંકડા સરકારી હોસ્પિટલ કરતા પણ વધુ છે. તંત્રના મતે રામોદ કેન્દ્રમા ૩ કોટડાસાંગાણી કેન્દ્ર ૧૨ અને નારણકા કેન્દ્રમા ૧૦ જયારે સૌથી વધુ કેસ શાપર વેરાવળ કેન્દ્રમા ૭૫ નોંધાયા છે. પરંતુ કયાંક અનેક દર્દીઓએ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેવાઈ છે. જેના કેસ સરકારી ચોપડે ચડ્યા નથી. ખાસ કરીને આ રોગ બાળકો અને બુઝુર્ગૌમા જડપથી ફેલાઈ છે.જો યોગ્ય સારવાર ન લેવાઈ તો આ રોગ જીવલેણ પણ સાબીત થઈ શકે તેમ છે.

તાલુકાને જાણેઙ્ગ ડેંગ્યુએ અજગર ભરડામા લીધો હોઈ તેમ આંકડો આસમાન તરફ પહોંચતો હોઈ તેમ લાગી રહ્યુ છે. ત્યારે આ રોગને ડામવા લોકોના આરોગ્ય પ્રત્યે પુરતી કાળજી લેવાતી હોવાના દાવાઓ કરતી સરકારના એસી ઓફિસમાં આરામ ફરમાવતા સરકારી અધીકારીઓ આળસ મરડીને ઉભા થઈ રોગને ગંભીરતાથી લઈને મચ્છરનો ઉપદ્રવ અટકાવવાના પ્રયાસો કરે અને તાલુકાના ગામોમા પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવા લીધેલ. ડેંગ્યુના દર્દિઓનો સર્વે કરે તોજ સાચા આંકડાઓ બહાર આવી શકે તેમ છે પરંતુ કયાંક તંત્રની ઢિલી નીતીના કારણે આંકડાઓ સામે નથી આવી શકતા, તંત્રના તબીબોના મતે આમ તો ડેંગ્યુ મચ્છરના કરડવાથી થતો રોગ છે, જેમા તાવ આવવો શરીરના જોઈન્ટમા દુખાવો થવો, ઉલ્ટી થવી, તેમજ શરીરમા નબળાઈ સતત માથાનો અને આંખમા દુખાવો જેવા પ્રાથમીક લક્ષણો જોવા મળે છે.જો કોઈ પણ વ્યકિતને આ અસર જોવા મળે તો તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની તંત્ર દ્રારા અપીલ કરાઈ છે.અનેક કિસ્સામાં નાના ગામડાઓની પ્રાઈવેટ હોસ્પિટલમા બની બેઠેલા ડોકટરો દ્રારા દર્દિઓના રીપોર્ટ કર્યા વગર દવાઓ ધાબડી દેવામાં આવે છે. જેનાથી ડેંગ્યુના દર્દિઓને રોગમા કોઈ ફેર પડતો નથી અને ઉલ્ટાનો રોગમા વધારો થતો જાઈ છે. વધુ મા જણાવેલ કે આ ડેંગ્યુના રોગથી બચવા માટે મચ્છર દુર રહે તેના માટે મચ્છરદાની અગરબત્ત્।ી સહીતનો ઉપયોગ કરવોે. તેમજ શરીર પુરતુ ઢંકાઈ જાઈ તેવા કપડા પહેરવા અને દ્યર તેમજ આસપાસમા ગંદકી નહી કરવી સાથેજ સ્ટોક કરેલ જળ સ્ત્રોત સમયાંતરે ખાલી કરી નવુ જળ ભરવુ તેમજ તેમા મચ્છરના લારવા નથી થયા તે પણ ચેકીંગ કરવુ જરૂરી છે સંધ્યા સમયે દ્યરમા ધુમાડો કરવાની અપીલ પણ કરાઈ છે.છતા તાલુકાને ડેંગ્યુના અજગરી ભરડામા બહાર લાવવા માટેના તંત્ર પ્રયાસો કરે તે જરૂરી બન્યુ છે.

(11:42 am IST)