Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જામકંડોરણાના બોલ્યા ગામના પટેલ યુવાને આધુનિક થ્રેસર બનાવી ભણેલાઓને પણ પાછળ રાખી દીધા

ધોરાજીઃ  કહેવાયું છે કે સફળતા કોઈની હસ્ત રેખા માં નથી હોતી અને અને આગવી સુજ દરેક માનવી માં નથી હોતી માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલ રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના બોરિયા ગામના ખેડૂતે કૃષિ શેત્રે એક હરણફાળ શોધ કરી છે પોતાની આગવી કોઠા સુજ થી મગફળી ઉપાડવાનું આધુનિક થ્રેસર બનાવ્યું છે જે મશીન સૌરાષ્ટ્ર માં એકજ મશીન છે.

અને ખેડૂતો આમશીન જોવા દૂર દૂર થી આવે છે સતત ૩ થી ૪ વર્ષ સુધી મહેનત કરી નાના એવા બોરિયા ગામના ખેડૂતે એક થ્રેસર મશીન બનાવ્યું જે એક માસ નુકામ માત્ર ૨૪ કલાક માં કરી બતાવે છે અને કોઈ પણ વાતાવરણ માં આ મશીન કાર્યરત રહી શકે છે અને મગફળી માંથી વેસ્ટ એક તરફ અને સંપૂર્ણ મગફળી એક તરફ જમા કરી બતાવે છે આ ખેડૂત ને કૃષિ ઉત્સવો માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ તેમને સન્માનિત પણ કર્યા છે.

  આધુનિક થ્રેસર આવી જતા ખેડૂતો ને પણ રાહત થઇ છે અને ખેડૂતો ને મગફળી  ઉપાડવા નું જે કામ મહિનાઓ સુધી ચાલતું હતું તે કામ.આ થ્રેસર કલાકો માં પૂરું કરી આપે છે પરિણામે સમય ની બચત અને ખર્ચ પણ ઓછું થાય છે અન્ય ઓપનર થ્રેસર કરતા બોરિયાના ખેડૂતે  બનાવેલ મશીન થી ખેડૂતોને દ્યણો ફાયદો છે મગફળી નું વેસ્ટ ખુબ ઓછું જાય છે પાલો કાંધો માંડવી બધું અલગ  પડી જાય છે એક કલાકમાં બે થી ત્રણ વીઘાની  મગફળી  સાફ  કરી  આપે છે અને  એક  કલાકે  માત્ર બે  લીટર  જેટલું ડીઝલનું વપરાશ થાય છે

 જામ કંડોરણા ના નાના એવા બોરિયા ગામ માં રહેતા ખેડૂત પુત્ર એ મગફળી ઉપાડવા માટે એક આધુનિક થ્રેસર બનાવ્યું જેનો અનેક ગણો લાભ ખેડૂતો ને થઇ રહ્યો છે અને મગફળી નો જથો એક તરફ ભેગું કરી આપે છે અને પાંદડા સહીત વેસ્ટ વસ્તુઓ પણ એક તરફ એકઠી કરી આપે છે જે અગાવનું મશીન નતું કરી શકતું બોરિયા ગામ નો રહેવાસી નિલેશે કોઠા સુજથી આ મશીન બનાવ્યું છે ખેડૂત સાદા થ્રેસર થી મગફળી છૂટી પડતા તીયારે ૧૫ દિવસ થી એક મહિનો કામ કરવું પડતું હતું જેને જગ્યા એ આ મશીન થી ખેડૂતો એ મોસમ નું કામ માત્ર ૨ દિવસ માં કરી લે છે અને મગફળી અને તેનો કચરો એક તરફ ઢગલો કરી આપે છે જેથી ખેડૂતો એ અન્ય વાવેતર તાત્કાલિક કરવા માં સરળતા રહે છે આ મશીન એક દિવસ માં ૨૫ વીઘા મગફળી ને સાફ કરી આપે છે આ મશીન આવ્યા બાદ પાક લણતી સમયે અન્ય મજૂરો ની જરૂર પડતી નથી એક ડ્રાઇવર થી કામ ચાલી જાય છે કોઈ પણ દિશા માંથી પવન ફૂંકાઈ તો પણ આ મશીન કાર્યરત રહે છે છ મહિનાની અથાગ મહેનત થી આ મશીન બનાવામાં  સફળતા મળી છે.

નિલેશભાઈ એ બનાવેલ આધુનિક થ્રેસર મશીન જોવા ગુજરાત ભર માંથી ખેડૂતો બોરિયા ગામ આવે છે ઓછી મહેનત અને વધુ કામ આપતું આ મશીન દરેક ખેડૂત વિકસાવે તો મજુર ની જંજટ માંથી ખેડૂતો ને છુટકારો મળી રહે એમ છે.

(11:41 am IST)