Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કચ્છના કબરાઉમા માં મોગલધામમાં કાર્તિકી પૂનમે ભાવિકો ઉમટયા

વાંકાનેર, તા. ૧૪ : ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કબરાઉ ગામથી અઢી કિલોમીટર દૂર જગવિખ્યાત 'જય મણિધર માં મોગલ વડવાળી-મોગલધામ' ખાતે દર મંગળવારે અહીંયા આશરે ૧૦થી ૧ર હજાર યાત્રાળુઓ પધારે છે.

કારતક સુદ પૂનમના આશરે ૧૭ હજાર ભાવિકોએ માં મગલ માતાજીના દર્શનનો -મહાઆરતીનો તેમજ પ્રસાદનો લાભ લીધેલ હતો. મોગલધામ ખાતે ર૪ કલાક ચા-પાણી-કોફીની ચૂલો ચાલે છે. અવિરત પ્રસાદ ચાલુ જ હોય છે. અહીંયા દર મંગળવારે વિશાળ માનવ મહેરામણ ઉમટે છે મેળો ભરાય છે.

દરરોજ સવારે-સાંજે માતાજીની ઢોલ નગારા સાથે મહાઆરતી થાય છે. તેમજ ર૪ કલાક અખંડ હોમાત્મક હવન ચાલુ છે જેમાં ૬પ૦થી ૭૦૦ શ્રીફળ હોમાય છે. અહીંયા કોઇપણ જાતનું દાન-ભેટ-રોકડ રકમ કે સોના-ચાંદી સ્વીકારમાં આવતા નથી. તેમ મોગલ કુળના મોગલધામના પૂ. મહંતશ્રી જણાવેલ છે.

(11:39 am IST)