Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કાલે ભુજમાં કોંગ્રેસનું જનવેદના સંમેલનઃ અમિત ચાવડા, હાર્દિક પટેલ સભા ગજવશે

ભુજ, તા.૧૪:  આવતીકાલે સવારે ભુજમાં કોંગ્રેસ લોકોને સ્પર્શતા પ્રશ્નો સાથે ભાજપ સરકારને દ્યેરશે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને પ્રવકતા દિપક ડાંગરના જણાવ્યા પ્રમાણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને યુવા આંદોલનકારી નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં કચ્છમાં પ્રજાના પ્રશ્નો સંદર્ભે જનવેદના સંમેલન સાથે કોંગ્રેસ ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓનો પર્દાફાશ કરશે. જનવેદના સંમેલનને સફળ બનાવવા માટે કચ્છ કોંગ્રેસે જિલ્લા, તાલુકા, શહેર, સેલ પાંખ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર બેઠક યોજી છે. તો, કચ્છ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આ જાહેર સભા દ્વારા ગુજરાત કોંગ્રેસનો સંદેશો કચ્છના ગામડે ગામડે પહોંચાડશે. કોંગ્રેસના આગેવાનો ખેડૂતોના પાક વિમાની રકમની બાકી ચુકવણી, અતિ વૃષ્ટિ ના કારણે ખેડૂતોની મુશ્કેલી,ઙ્ગ નર્મદા યોજના, રોગચાળામાં ખોરંભાયેલી આરોગ્ય સેવા, શિક્ષણનું ખાનગીકરણ સહિતના મુદ્દે સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે.

(11:39 am IST)