Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોડીરાત્રે સાવરકુંડલાના જેસર રોડ પર બેકાબુ કાર પલટી મારીને ઝૂંપડામાં ઘુસી જતા બે સગા ભાઈઓના કરૂણમોત

બગદાણાથી સાવરકુંડલા પરત ફરતા ત્યારે સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા અકસ્માત :ઝુપડામાં કોઇ ન હોવાથી મજૂરોના જીવ બચ્યા

સાવરકુંડલાના જેસર રોડ પર મોડીરાત્રે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી રોડ કાંઠે રહેલા ઝુપડામાં ઘૂસી ગઇ હતી. જેમાં કારમાં સવાર બે સગા ભાઇના મોત નીપજ્યા હતા. જો કે ઝુપડામાં કોઇ ન હોવાથી મજૂરોના જીવ બચ્યા હતા.આ  ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને બંને સગા ભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.

 મળતી વિગત મુજબ નવીન નાનજીભાઇ ડાભી (ઉ.27) અને હરેશ નાનજીભાઇ ડાભી (ઉ.25) બંને ભાઇઓ ગત મોડી રાત્રે બગદાણાથી સાવરકુંડલાકારમાં આવી રહ્યા હતા. ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી રોડકાંઠે રહેલા ઝુપડામાં ઘૂસી ગઇ હતી. બંને ભાઇના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને લઇને સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બે પુત્રોના મોતથઈ ડાભી પરિવારમાં માતમ છવાઇ ગયો છે

(8:49 pm IST)