Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મોરબીમાં પ્રેમી સાથે મળીને પત્નીએ નિંદ્રાધીન પતિને મોતને ઘાટ ઉતાર્યો : પત્નીની ધરપકડ : પ્રેમી ફરાર

ધાબા પરથી યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો હતો : પતિ સારી રીતે રાખતો ના હોય અને વ્જાબેનને સુખરામ સાથે પ્રેમસંબંધ બંધાયો

 

મોરબીના લખધીરપુર રોડ પર સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરના ધાબા પરથી યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ ચલાવી હતી અને હત્યારી પત્નીને ઝડપી લેવામાં સફળતા મળી છે જયારે પત્નીનો પ્રેમી ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મળતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ પર સીવન સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરના ધાબા પરથી વિજય ખીમજીભાઈ ગણાવા નામના યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યાની જાણ કરવામાં આવી હતી જેને પગલે મોરબી તાલુકા પીએસઆઈ આર જાડેજા સહિતની ટીમે મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી

   હત્યાના બનાવમાં જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ, મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમના ઈશ્વરભાઈ કલોતરાની બાતમીને આધારે મૃતકની પત્ની વ્જાબેનને તેના પ્રેમી સુખરામ સાથે મળી વિજયભાઈનું ખાટલામાં સુતેલી અવસ્થામાં માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું જેને પગલે આરોપી પત્ની વજાબેનની સઘન પૂછપરછ કરતા તેને વટાણા વેરી નાખ્યા હતા

આરોપી પત્નીએ પોલીસને કબુલાત આપી હતી કે મૃતકના પત્ની વ્જાબેનને પતિ સારી રીતે રાખતો ના હોય અને વ્જાબેનને સુખરામ સાથે પ્રેમસંબંધ થતા તેની સાથે રહેવા વિજયનું કાસળ કાઢી નાખ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી પત્નીને ઝડપી લઈને ધોરણસરની અટકાયત કરી છે જયારે આરોપી સુખરામ મેડા રહે એમપી વાળાને ઝડપી લેવા તપાસ ચલાવી છે

(12:56 am IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વિરુદ્ધ કોર્ટમાં અરજી :હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ શિવસેના,એનસીપી અને કોંગ્રેસના સંભવિત ગઠબંધનને સતા હાંસલ કરવા માટે મતદાતાઓ સાથે છેતરપીંડી જાહેર કરવા માંગ કરાઈ : આ અરજી પર સુનાવણી થવા સંભવ access_time 1:16 am IST

  • અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેકટર વી,એસ,લાંબાની ઇન્ટેલિજન્સમાં બદલી : એ,સીબી,ના જે,ડી,ઝાલાની અમરેલી મુકાયા access_time 9:57 pm IST

  • ઇટાલીનું વેનિસ શહેર જળબંબાકાર : વેનિસ શહેરમાં છ ફૂટ સુધીના પાણી ભરાયા : વેનિસમાં કટોકટી જાહેર થવાની શકયતા : સમગ્ર શહેર પાણીમાં ગરકાવ access_time 1:14 am IST