Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભુજની ભરબજારમાં એક્રેલિકની દુકાનમાં આગને કારણે લાખોની નુકસાની

એક્રેલિકની સીટો અને મશીન બળીને ખાખ

 

ભુજ : શહેરના અનમરીગ રોડ પાસે આવેલ ભુજીયા ફળિયાની પંચવટી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં અચાનક આગનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો બનાવ  બપોરના બે વાગ્યાના અરસામાં બન્યો હતો. શૈલેશભાઈ મુળજીભાઈ ભગત એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં અર્ચના એક્રેલિકની દુકાન ધરાવે છે.

 

   બપોરના સમયે કર્મચારીઓની સાથે પોતે પણ જમવા ગયા હતા. તે દરમિયાન શોર્ટ શર્કિટના કારણે આગનો બનાવ બન્યો હતો. આગની ઘટના સામે આવતા ભુજ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે દુકાનની અંદર મોટા ભાગની લાકડાની વસ્તુઓ હોવાના કારણે આગ બુઝાવામાં પણ એકાદ કલાક જેવો સમય ફાયર ફાઈટરોને લાગ્યો હતો, પરંતુ આગ કાબુમાં આવે તે પૂર્વે દુકાનમાં રહેલા એક્રેલિકની સીટો અને મશીન બળીને ખાખ થઇ ગયા હતા. અંદાજીત આઠથી દશ લાખની નુકશાની થઇ હોવાની શક્યતા છે

(12:53 am IST)