Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અંજારમાં ઘરકંકાસને લઈને પત્નીએ પુત્ર અને પતિના ખોરાકમાં ભેળવ્યું ઝેર :મારી નાખવાનો કર્યો પ્રયાસ :બન્નેની હાલત ગંભીર

પોલીસે ફરિયાદના આધારે પત્ની અને પાડોશીની પૂછપરછ કરી

 

અંજારના શનીમંદિર નજીક એક ઘરમાં ઘર કંકાસને લઈને પત્નીએ પોતાના પુત્ર તથા પતિને ખોરાકમાં ઝેર આપી મારી નાખવાની કોશિસ કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘટના બાદ પતિ તથા પુત્રની હાલત ગંભીર થતા બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

   પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પત્નીએ ઘરકંકાસને લઈ પતિ અને પુત્રના ખોરાકમાં ધેરી પદાર્થ ભેળવી મારી નાખવાની કોશિસ કરી છે. પતિએ અને પુત્રએ ઝેરી ખોરાક આરોગ્ય બાદ તેમની તબીયત અચાનક લથડવા લાગતા, તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંગે પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં પતિએ પત્ની સામે ખોરાકમાં ઝેર ભેળવી મારી નાખવાની કોશિસ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

   અંજાર પોલીસે પતિની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મુદ્દે પોલીસે પત્નીની પૂછપરછ હાથ ધરી, પાડોસીઓની પણ પૂછપરછ હાથ ધરી હકીકત જાણવાની કોસિસ શરૂ કરી છે.

(12:55 am IST)