Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ધાંગ્રધ્રાના કાર્યપાલક ઇજનેર મહેષભાઇ પટેલ તથા જુનીયર કલાર્ક રાઠવા નિવૃત હેડ કલાર્કની હકકની રકમ ચૂકવવા માટે લાંચ લેતા ઝડપાયાઃ રાજકોટ એસીબી ઓફીસનો સપાટો

રાજકોટઃ ધાંગ્રધ્રાની કાર્યપાલક ઇજનેર કચેરીના નિવૃત હેડ કલાર્કને નિવૃતી પછીના સાતમા પગાર પંચના પેન્‍શન તથા હકક રજાના પૂરવણી બીલ બનાવવા માટે રૂા. ર૦૦૦ ની બાકી રહેતી રકમની  લાંચ લેતા રાજકોટ શહેર તથા ગ્રામ્‍ય ટીમના એસીબી પી.આઇ. સી.જે. સુરેજાએ મદદનીશ નિયામક હિમાંશુ દોશીના સુપરવીઝનમાં ધાંગ્રધ્રાના કાર્યપાલક ઇજનેર મહેષભાઇ પટેલ તથા જુનીયર કલાર્ક રાઠવા નિવૃત હેડ કલાર્કની હકકની રકમ ચૂકવવા માટે લાંચ લેતા આબાદ ઝડપી લીધા છે.

એસીબી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી કાર્યપાલક ઇજનેર દ્વારા બીલો બનાવવા માટે વહેવાર પેટે આરોપી જુ.કલાર્ક કહે તે રીતે વહેવાર કરી લાંચની રકમ આપવાની માંગણી કર્યાનું ફરીયાદીએ એસીબી સમક્ષ જણાવેલ જે આધારે આ છટકુ ગોઠવવામાં આવેલે. ફરિયાદીએ પોતાના હકક-હિતના બીલો બનાવવા માટે આ અગાવ ત્રણ હજારની લાંચ આપ્‍યાનું પણ ફરીયાદમાં જણાવેલ હતુ. આમ મોટા માથાઓને ઝડપવાના  એસીબી વડા કેશવકુમારના જંગમાં મદદનીશ નિયામક હિમાંશુ દોશીએ સક્રિય ભૂમિકા ભજવી વધુ એક  મોટા માથાની વિકેટ પાડી દીધી છે.

(9:48 pm IST)