Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જૂનાગઢમાં લૂંટના બે બનાવથી નગરજનોમાં સનસનાટી

જૂનાગઢ તા.૧૪: જૂનાગઢમાં લૂંટના બે બનાવ પોલીસ દફતરે નોંધાયા હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢના જોષીપરામાં આવેલ આનંદનગરમાં રહેતા જીતુભાઇ સુંદરદાસ વસ્‍તાણીને તા. ૧૨ના રોજ એસટી બસ સ્‍ટેશન પાસે ગભરૂ ઇસ્‍માઇલશા ફકીર નામના શખ્‍સે ગાળો આપી અને ધાક-ધમકીથી શર્ટના ખિસ્‍સામાંથી રૂા. ૧ હજારની લૂંટ ચલાવી હતી.

 આ જ પ્રમાણે દોલતપરામાં રહેતા ભૂપતભાઇ ઉકાભાઇ અડવીયા નામના વૃદ્ધ પાસે ફકીર જેવા શખ્‍સે પૈસા માગ્‍યા હતા પરંતુ ભૂપતભાઇ એ પૈસા આપવાનું ઇન્‍કાર કરતા આ શખ્‍સ છરી મારીને રૂા. ૧૦ની લૂંટ ચલાવીને નાસી ગયો હતો.

લૂંટના આ બંન્ને બનાવ અંગે ડિ -ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)