Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારત સરકારના નિતી આયોગ તરફથી રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપ સંઘાણીને આમંત્રણ

 અમરેલી તા ૧૪ : ગુજકોમાસોલના ચેરમેન તેમજ નાફસ્કોબના ચેરમેન એવા દિલીપભાઇ સંઘાણીને તા. ૧૪ નવેમ્બર ના રોજ જિલ્લા સહકારી સંઘના કાર્યાલય મથકે ધ્વજ લહેરાવીઘ ધ્વજવંદન કરી ૬૫ માં અખીલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવશે. જેમાં ખેતિમાં સહકારી સંસ્થાઓની ચાવીરૂપ ભુમિકા, સહકારી બજાર, સંગ્રહ વ્યવસ્થા, જાહેર અને ખાનગી સહકારી ભાગીદારીનું નિર્માણ, સહકારી સંસ્થાઓ દ્વારા સરકારની યોજનાઓ જેવા અલગ અલગ વિષયો પરસર્વાંગી વિકાસ અને સુ-સંચાલન દ્વારા ગ્રામ્ય સમૃધ્ધિ માટે સહકાર  સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આજે બપોરે ૧૧.૩૦ કલાકેજિલ્લા મધ્યસ્થસહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેકટરની મિટીંગ, સાંજે લાઠી મુકામે ૪.૩૦ કલાકે સ્નેહમિલન કાર્યક્રમ માર્ર્કેટયાર્ડ ખાતે તેમજ રાત્રે અમરેલી ખાતેસામાજીક સંસ્થાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તા. ૧૫ નવેમ્બરના રોજ દિલ્હી ખાતેનેટવર્ક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કો.ઓપ.ઇન એશીયા એન્ડ ધ પેસેફીક (નેડેક) જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તેમના કાર્યક્રમમાંતા. ૧૫ અને ૧૬ નવેમ્બર દિલ્હી ખાતેસવિષેશ ઉપસ્થિત રહેશે જેમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા અનેકાર્યક્રમનુંસમાપન મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઇ સંઘાણી ઉપસ્થિત રહેશે. તા. ૧૭ નવેમ્બરના રોજ સવારે ઘોળા મુકામે સહકારી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જયારે રાત્રે રાષ્ટ્રીયકક્ષાનો સન્માન સમારોહ રાજકોટ ખાત ેહોયતેમા ંમુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

તા. ૧૮ નવેમ્બરના રોજ ગુજકોમાસોલનું બોર્ડ તથા કર્મચારીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ સવિષેશ રૂપે આયોજનકરેલ હોય તેમાં  કાર્યક્રમના અધ્યક્ષ તરીક ેઉપસ્થિત રહેશે. તા. ૨૦ નવેમ્બર ના રોજ ભારત સરકાર નિતી આયોગ તરફથી સહકારી ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય, સહકારી ક્ષત્રેે વિકાસ કેવી રીતે કરવો, સહકારી ક્ષેત્રના માધ્યમથી રોજગારીની તકો કેવી રીતેઉભી કરવી તે અંગે દેશના ઉચ્ચ આગેવાનો તેમજ ભારત સરકારનાઅધિકારીઓ સાથે આ અંગે મિટીંગો થશે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા નેટવર્ક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કો.ઓપ. ઇન એશિયા એન્ડ ધ પુસેફીક તેમાં જોગા નુંજોગ જવેલ્લે જ બનતું કે એક મિત્ર કાર્યક્રમના ઉદ્ઘાટનના સમારોહમાં મુખ્યમહેમાન તરીકે  હોય અને સમાપન કાર્યક્રમમાંં બીજો મિત્ર મુખ્ય મહેમાન તરીકેહોય તેવો બનાવ કેન્દ્રીયમંત્રી પરશોતમભાઇરૂપાલા અને ગુજકોમાસોલના ચેરમેનદિલીપભાઇ સંઘાણી વચ્ચે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં દિલ્હી ખાતે બનશે. એક દેશના તો મુખ્ય મહેમાન તો અલગ અલગરીતે હોય, પરંતુ એક રાજયના, એક શહેરના, એક સ્કુલના, એક કલાસના, આટલે સુધીતો બરાબર પરંતુએક બેન્ચ ઉપર સાથેભણેલા મિત્રો આંતરરાષ્ટ્રીય સેમીનારમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે એ અમરેલી માટેએ એક વિરલ ઘટના હશે.

(1:46 pm IST)