Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ખંભાળીયા પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાં હેઠળ ૭૩ લાભાર્થીઓને ઘર બાંધવા માટે ૩II લાખ અપાશે

સહાયના પ્રથમ હપ્તાનાં રૂ. ૩૦ હજાર લાખાભાર્થીનાં બેંક ખાતામાં જમા કરાવાયા

ખંભાળીયા તા. ૧૪ :.. નગરપાલિકા દ્વારા સરકારશ્રીની પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બીએલસી (બેનીફીસીયરી લેડ કન્સ્ટ્રકશન) હેઠળ પ્રથમ ફ્રેઝમાં ૭૩ લાભાર્થીઓને રહેણાંક માટે પાકું મકાન બનાવવા માટે હેઠળ ૩.પ૦ લાખની સહાય જેમાં રાજય સરકારની રૂ. ર લાખ તથા કેન્દ્ર સરકારના રૂ. ૧.પ૦ પૈકીના પ્રથમ હપ્તા પેટે દરેક લાભાર્થીઓના ખાતામાં ૩૦ હજાર જમા કરાવવામાં આવ્યા.

ખંભાળીયા નગરપાલીકા દ્વારા નગરપાલિકા વિસ્તારનાં એવા કુટુંબો કે જેને પોતાની માલિકીની પ્લોટ (જમીન) ધરાવતા હોય પણ રહેણાંક માટે પાકું મકાન ધરાવતા ન હોય, તેવા લાભાર્થીઓને સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૩.પ૦ લાખ સહાય પેટે ચુકવવામાં આવતી હોય, જે પૈકી સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ પ્રથમ હપ્તાની રકમ પેટે રૂ. ૩૦ હજાર દરેક લાભાર્થીઓના ખાતામાં સરકારશ્રી દ્વારા સીધા જ જમા કરવામાં આવેલ છે. જેથી ઉકત તમામ લાભાર્થી આગામી સમયમાં પોતાના રહેણાંક માટે પાકુ મકાન બાંધી શકશે. વધુમાં ખંભાળીયા નગરપાલિકા શહેરી વિસ્તારના બાકી રહેલા એવા કુટુંબો કે જેની પાસે રહેવા માટે પાકું મકાન ન હોય પરંતુ માલિકીનો પ્લોટ - કાચુ મકાન ધરાવતા હોય તેવા લાભાર્થીઓએ પ્રધાન મંત્રી આવાસ યોજનાની બીએલસી ઘટક હેઠળ સહાય મેળવવા માંગતા હોય તેઓએ તાત્કાલીક નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી સદર યોજના હેઠળ સહાય મેળવી શકશે.

(1:46 pm IST)