Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જમીન માપણીની વાંધા અરજી માટે ખાસ સપ્તાહઉજવોઃ ખેડુત હીત રક્ષક સમીતી

જેમ ભાગવત સપ્તાહમાં સાથે મળીને ધાર્મીક કાર્ય કરે છે તેજ પ્રકારે જમીન માપણીનો અન્યાય દુર કરવાના ખાસ યજ્ઞમાં ખેડુતોને જોડાવા અપીલ

ખંભાળીયા, તા., ૧૪: સમગ્ર રાજયમાં સરકાર દ્વારા અપાયેલી જમીન માપણીની એજન્સીની ભુલ તથા અણઘડ રીતની માપણીથી ખોટી માપણીથી સભ્યો વચ્ચે ઝઘડા થાય અને ખુન થાય અને પછી પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહ કરવી પડે તેના બદલે અત્યારે કુટુંબના સભ્યો સાથે મળીને સાત દિવસ ફાળવીને જમીન માપણીમાં થયેલ અન્યાય અંગે વાંધા અરજીઓ આપવા માટે ખેડુત હિત રક્ષક સંઘના પ્રમુખ પાલભાઇ આંબલીયાએ અપીલ કરી છે.

જેમ સપ્તાહના આયોજનમાં ધાર્મીક પ્રસંગમાં રપ-પ૦ વડીલો સાત દિવસ ધર્મકાર્ય કરતા હોય તેમ આ રીતે જમીન માપણીમાં જે ક્ષતીઓ, ખામીઓ અને ભુલો છે તેવી માપણીઓમાં વાંધા અરજીઓ સામુહીક રીતે કરીને ખેડુતોને ખોટી માપણીથી બચાવવા માટેના યજ્ઞમાં જોડાવવા માટે દેવભુમી જિલ્લા ખેડુત હિત રક્ષક સમીતીના પાલભાઇ આંબલીયા, ગિરધરભાઇ વાઘેલા તથા જીવાભાઇ કનારા તથા દેવુભાઇ ગઢવીએ અપીલ કરી છે.

(1:45 pm IST)