Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જામનગરમાં ૧૦ ટકા લેખે વ્યાજે રૂપિયા લીધા બાદ ઉઘરાણી માટે ધાકધમકી

જામનગર : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જગદીશ હુલેભજી કાનાબાર એ ફરીયાદ નોંધાવી છે કે,  આ કામના ફરીયાદીના પુત્ર અંકુશ એ આ કામના આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા પાસેથી રૂ.૧૩,૦૦૦ આશરે બે વર્ષ પહેલા ૧૦%, ૧ર%, ૧પ% લેખે અને તેનું વ્યાજ ૩,૦૦,૦૦૦ વ્યાજ ચુકવેલ આ કામના આરોપી અજયસિંહ ઘનુભા જાડેજા પાસેથી રૂ.૮૦૦૦૦નું વ્યાજ પ૦૦૦૦ ચુકવેલ તેમજ આ કામના આરોપી હરપાલસિંહ કિશોરસિંહ જાડેજા પાસે કુલ રૂપિયા ૩પ૦૦૦ વ્યાજે લીધેલ જેનંુ વ્યાજ રૂ. ૭૦,૦૦૦ ચુકવેલ આ કામના આરોપી મેઘરાજસિંહ ગુમાનસિંહ જાડેજા પાસે રપ૦૦૦ ૧૦% લેખે વ્યાજે લીધેલ જે વ્યાજ ચુકવી શકતા ન હોય તથા આ કામના આરોપી જુસબ ખફી આ કામના ફરીયાદી જગદીશભાઈને ધાક ધમકી આપી અવારનવાર રૂપિયાની ઉઘરાણી  કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. આફતાબભાઈ હુશેનભાઈ સફીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૧–ર૦૧૮ના રાજકોટ રોડ રીલાયન્સ પંપની સામે, જે.એમ.સી. વાડા પાસે આ કામના આરોપી પ્રવિણ ઉર્ફે ટીનો ખીમાભાઈ રાઠોડ, યુવરાજ ઉર્ફે લાલો વિનોદભાઈ ગોડલીયા, ભરતસિંહ અજીતસિંહ જાડેજા, રે. જામનગરવાળા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–૧પ કિંમત રૂ.૭પ૦૦ તેમજ બે મોટરસાયકલ કિંમત રૂ.પ૦,૦૦૦ સાથે કુલ મુદામાલ પ૭પ૦૦ સાથે લઈ નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ચેમ્બર ઓફ કોમર્સ પાસે દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૧–ર૦૧૮ના રાજકોટ રોડ, ચેમ્બર ઓફ કોમર્સ પાસે, જામનગરમાં આ કામના આરોપી સાગર ગોવિંદભાઈ લાકડીયા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧ કિંમત રૂ.૪૦૦ તેમજ પેશન પ્રો, મોટરસાયકલ રજી.નં. જી.જે.–૧૦–સી.એસ.–૬ર૦૬ નંુ કિંમત રૂ.ર૦,૦૦૦ સાથે લઈ જાહેરમાં નીકળતા ઝડપાઈ ગયેલ છે.

(1:44 pm IST)