Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ખંભાળીયા હાઇવે પર ૪ કરોડની રોકડ સાથે ઝડપાયેલ ગાડીને છોડી દેવાયાની ચર્ચા

સ્થાનીક પોલીસે આવું કોઇ ચેકીંગ નહી થયાનું જણાવ્યું: કોઇ એજન્સીએ ૫૦ લાખનો વહીવટ કરી નાખ્યાની ગરમા-ગરમ ચર્ચાઓ અંગે તપાસ કરી

 ખંભાળીયાતા ૧૪ :  હાઇવે પરચેકીંગ કરતી એક એજન્સીના અધિકારીએ હાઇવે પર રોકડા ચાર કરોડ લઇને નીકળેલા હોવાની ચર્ચા સમસ્ત હાલાર પંથકમાં ફેલાતા તંત્રે ચર્ચા જામી હતી.

જોકે ખંભાળિયામા ંસ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચેકીંગ જ ના થયું હોવાનું જણાવાયું હતું ત્યાના પી.આઇ. પણ રજા પર હોવાનું જણાવાયું હતું તો એલ.સી.બી.ના સુત્રોએ પણ  આવી વાત તેમની પાસે આવ્યાનું કહ્યું હતું પણ સમર્થન મળતું નથી તેમ કહેલું ત્યારે છેક કયાંય સુધી આ બનાવની ચર્ચા હાલના સોશ્યલ મીડીયા ના સમયમાં થવા લાગતા કોઇ બનાવ બન્યો છે કે કેમ ? અથવા કોઇ ખોટા બનાવટી અધિકારીને નામે તોડ કરી ગયા કે શું? તે બાબત પણ ચર્ચાનો મુદ્દો બની છે, ત્યારેપોલીસ ઉચ્ચ અધિકારીઓએ આ અંગે ઊંડી તપાસ કરવી જરૂરી છે.

(1:43 pm IST)