Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે દિ' ઝાકળવર્ષાઃ ઠંડીની અસર જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણઃ બપોરે ઉનાળા જેવું વાતાવરણ

રાજકોટ, તા., ૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર અનુભવાય છે.

રાત્રીના તથા વહેલી સવારના સમયે શિયાળા જેવા વાતાવરણનો અનુભવ પણ થાય છે જેના કારણે ધીમે-ધીમે શિયાળો જામતો જતો હોય તેવું વાતાવરણ છવાઇ જાય છે.

આજે પણ સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો.

જો કે સવારના સમયે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ધોમધખતા તાપ સાથે ઉનાળા જેવું વાતાવરણ અનુભવાઇ  છે.

અમરેલી

અમરેલીઃ શહેરના રાજમાર્ગો ઉપર આજે વહેલી સવારે ઝાકળ સ્વરૂપે વાદળો જમીન ઉપર ધસી આવ્યા હોય તેમ ઝાકળ વર્ષાનું સ્વરૂપ જોવા મળ્યું હતું. પરીણામે રોડ ભીના થઇ ગયા હતા. લોકોએ આ સીઝનમાં પ્રથમ વાર ઠંડીનો અહેસાસ માણતા ગરમ વસ્ત્રો પહેરી રોડ ઉપર મોડે સુધી દેખાઇ આવ્યા હતા. ઝાકળ વર્ષાથી અમરેલી ધરતી હીલ સ્ટેશનમાં ફેરવાઇ ગયુ હોય તેવું અદભુત નજારો જોવા મળ્યો હતો.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમ ૩ર.પ લઘુતમ ર૦.૬ ભેજ ૯૧ ટકા પવન ૩.૬ કી.મી. રહી હતી. (૪.૨)

કયાં કેટલું તાપમાન-ભેજ

શહેર   લઘુતમ તાપમાન     ભેજ

અમદાવાદ        ૧૭.૬ ડીગ્રી    ૬૧ ટકા

ડીસા     ૧૯.૧ ડીગ્રી       ૭ર ટકા

વડોદરા ૧૮.૬ ડીગ્રી      ૬૯ ટકા

રાજકોટ  રર.૧ ડીગ્રી       ૮૮ ટકા

સુરત    ૧૯.૬ ડીગ્રી     ૬ર ટકા

પોરબંદર         ર૧.૮ ડીગ્રી    ૮ર ટકા

વેરાવળ રર.૮ ડીગ્રી      ૮૬ ટકા

નલીયા  ૧૯.૪ ડીગ્રી     ૭૮ ટકા

સુરેન્દ્રનગર       ર૩.૦ ડીગ્રી    ૮૪ ટકા

અમરેલી        ર૧.૦ ડીગ્રી       ૮૧ ટકા

(1:41 pm IST)