Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જૂનાગઢ સાયબર સેલના પીઆઈ કે.એમ. મોરીને રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા ના હસ્તે એવોર્ડ

જૂનાગઢ, તા. ૧૪ :. જૂનાગઢ સાયબર સેલના પીઆઈ કે.એમ. મોરી શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનીત થયા છે.

આઈજી શ્રી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલના ઈન્ચાર્જ પીઆઈ કે.એમ. મોરીએ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ અને અણઉકેલ ગુનાઓના ડીટેકશન માટે પ્રસંશનીય કામગીરી બજાવી હતી.

પીઆઈ શ્રી મોરીની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ તેઓની સાયબર ક્રોપ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ.

ગત તા. ૧૨ નવેમ્બરના રોજ ગાંધીનગરમાં ડીજીપીની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રાજ્યના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાએ પીઆઈ કે.એમ. મોરીને સાયબર ક્રોપ એવોર્ડ એનાયત કરીને સન્માનીત કર્યા હતા.

આ તકે પીઆઈ મોરીની સાથે જૂનાગઢ રેન્જના વી.એમ. જોટાણીયા, નિકુંજકુમાર જોષી, મયુરકુમાર અગ્રાવત, અરવિંદભાઈ વાવેચા, ભૂમિતભાઈ વિભાણીને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.

એવોર્ડ એનાયત સમારોહમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:35 pm IST)