Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાવનગરના દર્શનાર્થીઓને નડેલો અકસ્માતઃ સરા ગામે બોલેરોકારે શટલરિક્ષાને અડફેટે લેતા પાંચને ઇજા..

વઢવાણ, તા.૧૪: માટેલ માતાજીના દર્શન કરી સરા મેલડીમાતાજીના દર્શનાર્થે આવેલ ભાવનગર ગામના પાંચ યુવાનો દર્શન કરી સાળંગપર દર્શનાર્થે શટલરિક્ષા નં.GJ.I. BZ ૮૩૭૫ લઇ જતા હતા ત્યારે પુરપાટ વેગે આવતા બોલેરોકાર નં GJ.3 CE. ૯૫૫૪ એ શટરરિક્ષાને જોરદાર ટકકર મારતા શટરરિક્ષાને ગુંલાટલાગતા રસ્તાપરથી ખાડામા ફસડાઇ હતી બનાવની જાણ થતા હકીભાઇ શુકલ, વિરેન્દ્રસિહ ઝાલા સહીત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયેલ હતા શટલરિક્ષામા બેઠેલા ઇજાગ્રસ્તો (૧) હિમતભાઇ નરશીભાઇ વાઘેલા (૨) પ્રકાશભાઇ ભરતભાઇ ગોહિલ (૩) હરીભાઇ કાંતિભાઇ મકવાણા(૪) હાર્દિકભાઇ જગાભાઇ બારૈયા (૫) નરેશ નરશીભાઇ વાધેલાને માથા અને હાથ પગમા ગંભીર ઇજા થતા તેમને સરા સરકારી દવાખાને ખસેડતા તબીબ ડો. વણોલે ઇજાગ્રસ્તોને સારવાર કરી સુરેન્દ્રનગર ખસેડેલ હતા.

(12:10 pm IST)