Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાવનગરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

ભાવનગર : એસઓજી શાખાના પીએસઆઇ ડી. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો. કો. પ્રદિપસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે શહેરના વાઘાવાડી રોડ પર તખ્તેશ્વર પોસ્ટ ઓફીસ સામે આવેલા કલ્પદ્રુમ ફલેટ-ર ના પાંચ નંબરના હર્ષ અરવિંદભાઇ પટેલના મકાનમાં દરોડો પાડતા ગંજીપાના તથા રોકડ રકમનો હાર-જીતનો જૂગાર રમતા હર્ષ અરવિંદભાઇ પટેલ (ઉ.ર૯), અવધ વિજયભાઇ વનાણી, (ઉ.૩ર) તથા રાજેશ ચંદુભાઇ પટેલ (ઉ.૩૮) ને રોકડ રૂપિયા ૮૮,પ૦૦ તથા ૩ મોબાઇલ કિ. રૂ. ૧૮૦૦૦ અને ગંજીપાના સહિત કુલ રૂ. ૧,૦૬,પ૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ નિલમબાગ પો. સ્ટે.માં સોંપી દીધો આ કામગીરીમાં પીએસઆઇ પરમાર તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહીલ, જગદીશભાઇ મારૂ, પ્રદિપસિંહ ગોહીલ, હારિતસિંહ ચૌહાણ, શરદભાઇ ભટ્ટ, બાવકુદાન ગઢવી, મહીપાલસિંહ ગોહીલ જોડાયા હતાં. (પ-૧૧)

(12:10 pm IST)