Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઓખા હરીહર જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા શ્રી જગદીશભાઇ શાસ્ત્રીનો ૬૧માં જન્મ દીનની અનોખી ઉજવણી

છેલ્લા ૧૯ વર્ષથી મુંગા જીવો સાથે સાધુ સંતોની જઠરાગ્ની તૃપ્ત કરતા

ઓખા તા. ૧૪: ઓખામાં છેલ્લા ૧૯ વર્ષથી હરીહર જીવદયા અન્નક્ષેત્ર દ્વારા મુંગા જીવો ગાય, કુતરા, સાથે સાધુ સંતો અને ભીક્ષુકોની જઠરાગ્ની તૃપ્ત કરતા એવા પરમ પૂજનીય શ્રી જગદીશભાઇ શાસ્ત્રીજીનો આજે ૬૧મો જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં ઓખાના તમામ વિસ્તારમાં મુંગા પશુઓને રોટલા જમાડી તથા કુતરાઓને બીસ્કીટ જમાડયા હતા. તથા ઓખા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા મંદીરોમાં સાધુ સંતોને શીરો પુણીનું જમણ કરાવી ભુખ્યા જીવોની જઠરાગ્ની તૃપ્ત કરી હતી અને ઉષેષ્વર મહાદેવના આશીર્વાદ લઇ પોતાનો ૬૧ મો જન્મદીન મનાવ્યો હતો. છેલ્લા ૧૯ વર્ષથી આ સેવા યજ્ઞને સતત ચાલુર ાખી પોતાની નીવૃત જીંદગીને સેવાકિય કામોથી પ્રવૃતીમય બનાવી છે અને અનેક લોકોને જીવદયાની પ્રેરણા પુરી પાડી છે.

(1:50 pm IST)