Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાવનગર જિલ્લામાં સરકારશ્રી દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અંગેની બેઠક મળી

ભાવનગર તા.૧૪: ભાવનગર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે ખરીફ સીઝન વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત સરકારશ્રી દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બાબતે ધારાસભ્યશ્રીઓ તથા એપીએમસીના ચેરમેનશ્રી સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ મીટીંગમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં સમાવિષ્ટ અગત્યની બાબતો જેવી કે, મગફળી વેચવા માંગતા ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન, ખરીદ પ્રક્રિયામાં ખરીદી સમયે કરવામાં આવતી ગુણવત્તાની ચકાસણી, સમગ્ર ખરીદી પ્રક્રિયામાં પ્રથમ તબક્કાથી માંડીને અંત સુધી સુપરવિઝન અને સંકલન માટે કરવામાં આવેલ અગ અલગ સમિતિની નિમણૂંકની બાબત તેમજ અન્ય અગત્યના મુખ્ય મુદ્દાઓ વિષે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સંજયભાઇ કોસંબી, ભાવનગર દ્વારા વિગતવાર સમજુતી આપવામાં આવેલ.

કલેકટરશ્રીએ ધારાસભ્યોશ્રી તથા એપીએમસીના ચેરમેનશ્રીઓ સાથે અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરેલ અને જરૂરી સુચનો મેળવ્યા.સદરહું મીટીંગમાં પાલિતાણા તાલુકાના ધારાસભ્ય ભીખાભાઇ બારેૈયા તથા તળાજા તાલુકાના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ભાવનગર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભાવનગર, તળાજા, મહુવા અને પાલિતાણા તાલુકાનાં એપીએમસી ચેરમેનશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:08 pm IST)