Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પૂ. જલારામબાપાની જન્‍મજયંતિ નિમિતે ૧૩ વર્ષથી શ્રી સોમનાથમાં આવતો લંડનનો પરિવાર

પ્રભાસપાટણ, તા.૧૪: લંડનના એક ધોબી પરીવાર છેલ્લા ૧૩ વર્ષથી સોમનાથ મુકામે જલાારામ મંદિરે અચૂક આવે છે.

પ્રભાસપાટણ સોમનાથમાં રામરાય ચોકની બાજુમાં ૧૩ વર્ષ પહેલા દુલભભાઇ ચૂડાસમાએ જલારામબાપાનું મંદિર બનાવેલ છે. અને આ મંદિરે દુલભ બાપાનાં પરીવારો દર વર્ષ જલારામ જયંતિ નિમિતે અચૂક આવે છે દુલભભાઇ ચૂડાસમાં પણ આવતા પરંતુ બે વર્ષ પહેલા તેઓ જલારામ જયંતિ નિમિતે સોમનાથ આવેલા અને તેઓનું જલારામ બાપાની શોભાયાત્રા અને ઉત્‍સવ મનાવ્‍યા બાદ અવશાન થયેલ છે. પરંતુ તેમનાં પરીવારો આ સીલસીલો ચાલુ રાખેલ છે અને મુકુંદભાઇ ચૂડાસમા, મીનાક્ષીબેન ચૂડાસમા અને તેમના પરીવારજનો આવેલા છે જેમાં લંડન, ન્‍યુઝીલેન્‍ડ અને અન્‍ય દેશો તેમજ ભારતમાંથી પણ આવેલા છે અને જલારામજયંતિ નિમિતે ભવ્‍ય ઉત્‍સવમાં જોડાશે.

જેમાં સવારનાં ૮ કલાકે પૂજા, તેમજ ડોંગરેજી મહારાજનાં અન્‍નક્ષેત્રમાં આ પરીવાર તરફથી ભોજન આપવામાં આવશે, ૪ કલાકે ભવ્‍ય શોભાયાત્રા નીકળશે જે ડી.જે.નાં તાલે શહેરનાં મુખ્‍ય માર્ગો અને સોમનાથમાં ફરશે. ૭ કલાકે આરતી અને આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

(11:40 am IST)