Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગારિયાધાર કોંગ્રેસ દ્વારા નોટબંધીના કાળાદિન તરીકે ધરણા કરીને કરવામાં આવેલ વિરોધ

કોંગી દિગ્ગજોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ

 ગારિયાધાર તા.૧૪: ગારિયાધાર તાલુકા કોંગ્રેસ દ્વારા નોટબંધીના કાળા દિવસે ધરણા કરીને વિરોધ કરવામાં આવ્યા હતા.

ગારિયાધાર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી બહાર નોટબંધીનીન સફળતાના કાળા દિવસનો વિરોધ કરી ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના દિગ્ગજો બાબુભાઇ માંગુકિયા, પ્રવિણભાઇ રાઠોડ, નાનુભાઇ ડોખરા, કનુભાઇ કળસરીયા, પરસોતમભાઇ ઝાલાવાડીયા અને લાભુભાઇ કાંત્રોડિયા સહિતના હાજર રહીને કાર્યક્રમને વેગવંતુ બનાવ્યું હતું.

(1:55 pm IST)