Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતા પાંચ માસની બાળકીનું મોત.

મોરબીના મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા પાંચ માસની બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે જે મામલે મોરબ બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મળતી માહિતી મુજબ મોરબીના નઝરબાગ ફાટકની સામે રહેતા પીન્ટુભાઈ ભીખુભાઈ ચુંવાળીયા (ઉ.૨૭) ની પાંચથી છ વર્ષથી દીકરી આરતીબેન ગત.તા.૧૨ ના રોજ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ જે એમ જાડેજા ચલાવી રહ્યા છે તો બાળકીના માતા કપડા ધોવા માટે નદીએ ગયા હોય દરમિયાન બાળકી સાથે હોય અને ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી પોલીસ જવાન જે એમ જાડેજા પાસેથી મળી હતી.

(6:47 pm IST)