Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વડિયા જમીન વિકાસ બેન્કના પ્રમુખ- ઉપપ્રમુખની વિરજીભાઈ ઠુંમરની ઉપસ્થિતિમાં વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૪ : જમીન વિકાસ બેંક વડીયા શાખા મા અમરેલી જિલ્લા જમીન વિકાસ બેંક ના ચેરમેન અને લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર  ના અધ્યક્ષ સ્થાને વડીયા જમીન વિકાસ બેંક ની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામા આવેલ જેમા પ્રમુખ તરીકે કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા ની બિનહરીફ વરણી કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ  કથીરિયા ની બિનહરીફ વરણી કરવામાં આવેલ આજની મીટિંગમા વીરજીભાઈ ઠુંમર રવજીભાઈ પાનસુરીયા રવજીભાઈ પાઘડાળ કનુભાઈ  કથીરિયા હાજર રહેલ જમીન વિકાસ બેંક નો વિકાસ કરવામા વિરજીભાઇ ઠુંમર નો ખૂબ જ સહકાર મળેલ છે  બેંકમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા તે બદલ લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તથા ગુજરાત રાજ્ય વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ અમરેલી જિલ્લાના તેમજ કુકાવાવ તાલુકાના કોંગ્રેસના આગેવાનો તેમજ સહકારી આગેવાનો એ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે  તેમ કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા જણાવેલ છે.

(1:57 pm IST)