Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નં.૬ ના નગરસેવક પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ : સ્થાનિક લોકોમાં રોષ

(ઇકબાલ ગોરી દ્વાર) સાવરકુંડલા,તા.૧૪ ;  નગર પાલિકા વોર્ડ નંબર ૬ ના વિસ્તાર ને સ્વચ્છ રાખવા માં સ્થાનિક નગર સેવકો નિષ્ફળ નિવડીયા  છે તેવું સ્થાનિક રહીશો માંથી સાંભળવા મળેલ છે

ચૂંટણી સમયે જનતા એકયા બીજા રૂપકડા અને લોભમણા વચનો આપી ભોળી જનતા ને ભોંળવી ને મતો લઈ જનતા ના પ્રાથમિક પ્રશ્નો ઉકેળવાનું જાણે ભૂલી ગયા હોય તેવું જોવા અને જાણવા મળી રહ્યું છે તેનું પ્રતીતિ રૂપે વોર્ડ નંબર ૬ માં આવેલ અતિ પછાત ગણાતો બીડીકામદાર વિસ્તાર માં સાફ સફાઈ કરવા માં આવતું જ ન હોય એ રીતે કચરા અને ગંદકી ના થર જામી પડી ગયા હોય એ રીત નું જોવા મળી રહ્યું છે આ બીડીકામદાર  જાણે વોર્ડ ૬ માંથી બાકાત કરવા માં આવ્યું હોય તેમ સ્થાનિક ચૂંટાયેલા નગર સેવકો બીડીકામદાર વિસ્તાર સાથે હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે.

વોર્ડ ૬ માં થી ચૂંટાયેલા ધમેન્દ્રભાઈ મહેતા .લાલભાઈ ભરવાડ. નગમાં જાખરા વિગેરે ચારે ચાર નગર સેવકો ભાજપ માંથી ચૂંટાયેલા છે અને સાવરકુંડલા નગર પાલિકા માં ભાજપ ની સતા છે છતાં પણ બીડીકામદાર વિસ્તાર માં સફાઈ કરવા માં આવતી નથી ? કે પછી સ્થાનિક ચૂંટાયેલા નગર સેવકો નમાલા સાબિત થઈ રહ્યા છે

ચૂંટણી ટાણે જનતા ના કામો તાત્કાલિક કરી આપશું તેવી વાતો અને વચન આપનાર નગર સેવકો ચૂંટાઈ ને જનતા થી મોઢું ફેરવી જવું તે કેટલા અંશે વ્યાજબી ગણાય તેવી પણ ચર્ચા એ શહેર માં જોર પકડિયું છે

બીડીકામદાર વિસ્તાર ની આ અવદશા દૂર કરવા માં સ્થાનિક નગર સેવકો કેટલું પાણી બતાવે છે ? કે પછી પોતાના અંગત વિકાસ માં રચ્યાં પચ્યા રહે છે તે તો આવતા દિવસો માં ખબર પડી જશે નગર સેવકો પાણી વાળા છે કે પાણી વગર ના ?  તેવી ચર્ચા થવા લાગી છે.

(1:13 pm IST)