Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા વિકાસલક્ષી કાર્યોનું અનાવરણ

જૂનાગઢ : જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા વિકાસલક્ષી કામો તથા વિવિધ  કાર્યોનું અનાવરણ, સન્માન કાર્યક્રમ આજે બપોરે કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે યોજાનાર છે. જૂનાગઢ  જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનુ  ઉદઘાટન પશુપાલન રાજય મંત્રીશ્રી દેવાભાઈ માલમ કરશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પુર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સંસદ સભ્ય  રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરૂભાઈ ગોહલ તેમજ એ.પી.એમ.સી જૂનાગઢના ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા  યોજાનાર આ કાર્યક્રમમાં  સહભાગી થવા લોકોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા દ્રારા  જણાવાયુ છે.

(1:11 pm IST)