Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જામનગર જિલ્લા જેલમાં રાસ-ગરબા : કેદીઓ અને પોલીસ કર્મચારીઓ રાસે રમ્યા

જામનગર : જામનગર જિલ્લામાં બહાર શેરી ગરબામાં રાસ-ગરબાનું આયોજન થાય છે. તે જ પ્રમાણે જેલમાં પણ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેદીઓમાં હતાશા કે નિરાશા ન જોવા મળે અને કેદીઓનું માનસિક સંતુલન જળવાઈ રહે તે હેતુથી જેલમાં પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જિલ્લા જેલ અધિક્ષક પ્રવિણસિંહ જાડેજાએ ખાસ જણાવ્યું હતું. આ ગરબીના આયોજન અંગે કાચા કામના કેદીએ કહ્યું હતું કે, જેલ તંત્ર દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ મુસ્લિમ બધા લોકો માતાજીના રાસ ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે. આ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને જેલમાં પણ ભાઇચારા સાથે બધા નવરાત્રિ ઉજવે છે જેમાં પોલીસ મિત્રો પણ સહયોગી થાય છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 pm IST)