Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પોરબંદર લોહાણા સમાજે ચેતનભાઇ ગણાત્રાની શહેરી વિકાસમાં સચિવપદની નિમણુંકને આવકારી

પોરબંદર તા.૧૪ :  લોહાણા રઘુવંશી સમાજના ચેતનભાઇ ગણાત્રાની ગાંધીનગર શહેરી વિકાસ વિભાગમાં સચિવપદે નિમણુંકને લોહાણા સમાજના પ્રમુખ સંજયભાઇ કારીયાએ આવકારીને શુભેચ્છા પાઠવીહ તી.

લોહાણા રઘુવંશી સમાજના ગૌરવ ચેતનભાઇ ગણાત્રાને ગાંધીનગર શહેરી વિકાસ વિભાગમાં સચિવ તરીકે નિયુકત થવા બદલ લોહાણા સમાજના પ્રમુખ સંજયભાઇ કારીયાએ અભિનંદન પાઠવી ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી. ચેતનભાઇ ગણાત્રા પોરબંદર ડેપ્યુટી કલેકટર તરીકે મહત્વની કામગીરી બજાવી હતી અને રાજકોટ રૂડામાં પણ તેમણે કરેલ મહત્વની કામગીરીને રાજય સરકારે બિરદાવેલ છે.

(12:39 pm IST)