Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ટંકારા પોલીસ લાઇન ગરબીમાં રાસની રમઝટ, પોલીસ સ્ટાફ સરપંચ તથા આગેવાનો રાસે રમેલ

ટંકારાઃ પોલીસ કવાટર બન્યા ત્યારથી વર્ષોવર્ષ પરંપરાગત ભારતીય પ્રલાણી મુજબ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી ,દીકરીઓ  માતાઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવાંમાં આવે છે. દરરોજ વિવિધ રાસોની રમઝટ બોલાવાઈ છે . ઓરપેટ સંકુલ ની બાળાઓ રાસે રમેલ અને વિવિધ રાસો રજુ કરેલ, નેસડા સુરજી ગામની બાળાઓ રાસે રમેલ  ટંકારાના પી.એસ.આઇ બી. ડી. પરમાર દ્વારા પોલીસ સ્ટાફ ટંકારા, તાલુકાના સરપંચ તથા આગેવાનો માટે નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા આયોજન કરાયેલ.  વિજયભાઈ બાર, રણજીતભાઈ મઠીયા, રવિભાઈ રાવડીયા, રમેશભાઈ મૈયડ,  રણજીતસિંહ ઝાલા, મુકેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ મેવા ટંકારાના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી કિરીટભાઈ અંદરપા ,સંજયભાઈ ભાગ્યા, રૂપસિંહ ઝાલા, ભુપતભાઈ ગોધાણી, રસિકભાઈ દુબરીયા પત્રકાર ભાવિન સેજપાલ તથા કલ્યાણપર, જીવાપર, હરબટીયાળી સરાયા, સહિત અને ગામોના સરપંચો આગેવાનો રાસે રમેલ અને રાસની રમઝટ બોલાવેલ. જયદેવ ભાઈ રાવળ દ્વારા ડાક સાથે માતાજીની સ્તુતિ કરાયેલ.   આધુનિક યુગમાં આજે પણ પોલીસ સ્ટાફ દ્વારા ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય છે.

(12:36 pm IST)