Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગોંડલ યાર્ડમાં કોંગ્રેસના સુપડાસાફ : ભાજપ જીત તરફ

પાલિકામાં ભગવો લહેરાયા બાદ હવે માર્કેટીંગ યાર્ડમાં પણ ભાજપનો દબદબો : પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપનો દબદબો

ગોંડલ : તસ્‍વીરમાં ગોંડલ યાર્ડની ચૂંટણી બાદ આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. તે નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧૪ :  ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે મતદાન થયા બાદ આજે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રારંભે ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે અને કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ગયા છે.
૯ વાગ્‍યે મતપેટીઓ ખુલ્‍યા બાદ પ્રથમ એક કલાકમાં ભાજપની પેનલને ૯ર તથા બીજી એક કલાકમાં ભાજપને ૧૮૦ મત મળ્‍યા હતા.
જયારે કોંગ્રેસની પેનલને ૧પ થી ર૦ મત મળ્‍યા હતા.
ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં પાલિકામાં વિજય બાદ હવે માર્કેટીંગ યાર્ડમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્‍યો છે. અને ભાજપની પેનલ જીત તરફ આગળ વધી છે.
ગોંડલ માર્કેટ યાર્ડ ની ચુંટણી નાં પરીણામ માં પ્રથમ એક કલાક માં સો મત ની ગણતરી થતાં ભાજપ પ્રેરિત પેનલ ને ૯૨ મત તથા કોંગ્રેસ પ્રેરિત પેનલ ને આઠ મત મલ્‍યા છે.
ગઇ કાલે ખેડૂત વિભાગ ની યોજાયેલ ચુંટણી ની આજે સવારે નવ કલાકે યાર્ડ નાં કિશાન ભવન હોલ ખાતે મતગણતરી શરુ થઇ હતી.ખેડૂત વિભાગ નાં કુલ ૬૧૬ મતદારો પૈકી ૫૮૨ મતદારો એ મતદાન કર્યુ હતુ
અગાઉ વેપારી તથા ખરીદ વેચાણ સંધ વિભાગ માં તમામ છ એ છ બેઠકો બિનહરીફ થવા પામી હતી.જેમાં કોગ્રેસ પ્રેરિત કોઈ ઉમેદવારો ના હોય ભાજપ ના ઉમેદવારો બિનહરીફ થવા પામી હતી.અગાઉ થીજ યાર્ડ મા કેસરીયા માહોલ છવાયો હોય મત ગણતરી ની શરૂઆત ની પ્રથમ એક કલાક માં ગણાયેલા સો મત પૈકી ભાજપ ની પેનલ ને ૯૨ મત મલ્‍યા છે જ્‍યારે કોંગ્રેસ બે આંકડે પણ પંહોચી નથી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ભાજપનો કેસરીયો ગઢ ગણાય છે ત્‍યારે ૧૬ બેઠકો ધરાવતી માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ દાવેદારી દાખવી હતી જેમાં સહકારી મંડળી અને વેપારી વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત કોઈ ઉમેદવારોએ ઉમેદવારી  નોંધાવી નાં હોય પહેલા થીજ ભાજપના ફાળે ૬ બેઠક બિનહરીફ થવાં પામી હતી. જ્‍યારે ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૧૮ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હોય આજે બુધવારે વહેલી સવારે મતદાન શરૂ થતાની સાથે જ આગેવાનો સાથે મતદારોની કતારો લાગી હતી સાંજ સુધીમાં ૯૪.૬૪ ટકા મતદાન નોંધાયું હતું. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કુલ ૬૧૬ મતદારો પૈકી ૫૮૩ મતદારો એ મતદાન કર્યુ હતુ. આવતીકાલે ગુરુવારના સવારે નવ કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે જ ગણતરી યોજાનાર છે.ત્‍યારે યાર્ડ નાં ચેરમેન ગોપાલભાઈ શિંગાળા,કનક સિંહ જાડેજા એ પુર્ણ બહુમત નો દાવો કર્યો છે.
ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, અલ્‍પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડીયા, કુરજીભાઈ ભલાળા, કચરાભાઈ વૈષ્‍ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભ ભાઈ ડોબરીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી તેમજ મનીષભાઈ ગોળ ની ઉમેદવારી છે. જ્‍યારે કોંગ્રેસ દ્વારા સહકારી અને વેપારી વિભાગમાં ઉમેદવારી કરવામાં ન આવી હોય મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા સહકારી ખરીદ વેચાણ મંડળીઓ વિભાગ અને જીતેન્‍દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઇ લાલચેતા વેપારી વિભાગની બેઠકમાં બિન હરીફ જાહેર થવા પામ્‍યા હતા.
જ્‍યારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોમાં રાજેશભાઈ સખીયા, જીગ્નેશ ભાઈ ઉંઘાડ, ચંદ્રકાંતભાઈ ખુંટ, ભવાનભાઈ સાવલિયા, નિમેષભાઈ રૈયાણી, લક્ષ્મણભાઈ સાવલિયા, નિલેશભાઈ પટોળીયા અને હરેશભાઈ વોરા ખેડૂત વિભાગ માંથી ઉમેદવારી કરી હોય મતદારોના ભાવિ મત પેટીમાં થયા હતા.

 

(11:12 am IST)