Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાતે પ્રદેશ ભાજપ ઉપધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા

જસદણ,તા. ૧૪: ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખાસ શુભેચ્છા મુલાકાત જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ કે બોઘરા એ લીધી હતી દાદા ભગવાનના અનુયાયી તેમજ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા મૂળ અમદાવાદના ધાર્મિક સામાજિક અને સરળ સ્વભાવી એવા નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ગુજરાતના નાથ બનવા બદલ ગાંધીનગર ખાતે ડો ભરતભાઈ કે બોદ્યરા એ કોટી કોટી શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી હતી આ તકે ડો ભરતભાઈ કે બોદ્યરા ઉપરાંત પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી સહિત અનેક આગેવાનો સાથે રહ્યા હતા તે તસવીરમાં નજરે પડે છે.

(9:54 am IST)