Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

જામનગરના જયપાલસિંહ પઢીયાર પર બાજુના નવાગામમાં મહેન્દ્રસિંહનો છરી ધોકાથી હુમલો

અગાઉ યુવાન હુમલાખોરની કોૈટુંબીક બહેનને ભગાડી ગયો હોઇ મનદુઃખ હતું

રાજકોટ તા. ૧૪: જામનગર વિલાસ પાર્ક બેડી બંદર રોડ પર રહેતાં અને કાર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જયપાલસિંહ ગુલાબસિંહ પઢીયાર (ઉ.૨૯) પર ગત સાંજે સાડા સાતેક વાગ્યે બાજુના નવાગામ ઘેડમાં જી.જી. હોસ્પિટલ પાછળ બી.એન. ઝાલા સ્કૂલ સામેની શેરીમાં ત્યાંના મહેન્દ્રસિંહ ઝાલા અને બે અજાણ્યાએ હુમલો કરી છરી-ધોકાથી ઇજા કરતાં જામનગર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રામજીભાઇએ જામનગર પોલીસને જાણ કરી હતી.

જયપાલસિંહ ડ્રાઇવીંગ કામ કરે છે. તેના સગા અમિતસિંહ ભટ્ટીએ ફોન પર વાતચીતમાં કહ્યું હતું કે જયપાલસિંહ અગાઉ હુમલાખોરની કોૈટુંબીક બહેનને ભગાડી ગયેલ. એ પછી સમાધાન થઇ જતાં યુવતિને રાજીખુશીથી તેના ઘરે મોકલી દેવામાં આવી હતી. એ બાબતે મનદુઃખ ચાલતું હોઇ ગઇકાલે સાંજે જયપાલસિંહને વાત કરવાના બહાને નવાગામ ઘેડ બોલાવાયા બાદ હુમલો કરાયો હતો.

(1:29 pm IST)